છોકરાથી દૂરી બનાવી રહી હતી પરણિત અને બે બાળકોની માતા, મળવા માટે OYO હોટલ બોલાવી ને ખેલાયો ખૂની ખેલ- બે દિવસ પછી મળી લાશ

સોફ્ટવેર એન્જીનિયરથી દૂરી બનાવી રહી હતી પરણિત અને બે બાળકોની માતા, 2 દિવસ બાદ OYO હોટલમાં મળી લાશ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી પ્રેમિકાની હત્યાનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો. અહીં પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત એક OYO હોટેલના રૂમમાં એક યુવકે તેની પ્રેમિકાની હત્યા કરી દીધી. છોકરીના શરીર પર 17 વાર છરીના ઘા કરીને આ ગુનો આચરવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તે હાલમાં કોર્ટ કસ્ટડીમાં છે. મૃતકનું નામ હરિણી (33) છે અને આરોપીની ઓળખ સોફ્ટવેર એન્જિનિયર યશસ તરીકે થઈ છે. બંને બેંગલુરુના પશ્ચિમી ઉપનગર કેંગેરીના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું હતું કે 25 વર્ષીય યશસે પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત એક OYO હોટેલના રૂમમાં તેની પ્રેમિકા હરિણીની હત્યા કરી હતી.

યશસે હરિનીને OYO હોટેલમાં મળવા બોલાવી હતી. ત્યાં, બંને વચ્ચે સંબંધ સમાપ્ત કરવા અંગે ઝઘડો થયો હતો. આ પછી ગુસ્સામાં આવી યશસે હરિણીને 17 વાર છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી. આ ઘટના 6 જૂનની રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી 8 જૂને તેનો ખુલાસો થયો. આ કેસમાં સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

DCP (સાઉથ) ના જણાવ્યા અનુસાર, બંને એકબીજાને લગભગ એક વર્ષથી ઓળખતા હતા અને છેલ્લા બે મહિનાથી મહિલા ધીમે ધીમે તેનાથી દૂરી બનાવી રહી હતી. હરિણીના અંતર રાખવા પર યશસ નારાજ થયો અને ગુસ્સામાં આવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે, અને મૃતક પરણિત તેમજ બે બાળકોની માતા હોવાનું કહેવાય છે.

Previous Article

51ની ઉંમરે મીની સ્કર્ટ પહેરી ઉર્મિલા માતોંડકરે બતાવ્યો ગ્લેમરસ અવતાર, પણ થઇ ગઇ ટ્રોલ, લોકો બોલ્યા- આર્ટિફિશિયલ છે બધુ...

Next Article

ગુજરાતી ફિલ્મ 'જલેબી રોક્સ' જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

error: Protected Content!
Exit mobile version