ટોયલેટમાં બેઠા-બેઠા અદાલતની લાઇવ સુનાવણીમાં જોડાઇ ગયો યુવક, ગુજરાત હાઇકોર્ટનો મામલો- વીડિયો થયો વાયરલ

દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવિધ પ્રકારના વીડિયો આપણને આશ્ચર્યચકિત કરે છે. ક્યારેક કોઈ રસ્તા પર સ્ટંટ કરતો જોવા મળે છે, તો ક્યારેક વિચિત્ર ડાન્સ કરતો જોવા મળે છે. પરંતુ આ વખતે વાયરલ થઈ રહેલો વીડિયો ખૂબ ચોંકાવનારો છે. વાસ્તવમાં આ વીડિયો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી ઓનલાઈન સુનાવણીનો છે, જ્યાં એક વ્યક્તિ પર ટોયલેટમાં બેસીને સુનાવણીમાં હાજરી આપી હોવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ ટોયલેટ સીટ પર બેસીને ઓનલાઇન સુનાવણીમાં ભાગ લઈ રહ્યો છે.

આ મામલો 20 જૂનનો હોવાનું કહેવાય છે, જ્યારે જસ્ટિસ નીરજ એસ દેસાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે યલો ટી-શર્ટ પહેરેલ એક યુવકે મોબાઈલ ફોનથી લોગ ઇન કર્યું છે. સ્ક્રીન પર તેનું નામ ‘સમદ બેટરી’ લખેલું જોવા મળ્યું. ચોંકાવનારી વાત એ છે કે વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે તે લિંક દ્વારા કાર્યવાહીમાં જોડાઈ રહ્યો હતો, ત્યારે તે ટોયલેટ સીટ પર બેઠો હતો. જણાવી દઇએ કે કોવિડ-19 મહામારી પછી ગુજરાત હાઈકોર્ટે વકીલો અને અરજદારો બંનેને ઓનલાઈન માધ્યમથી કાર્યવાહીમાં હાજરી આપવાની મંજૂરી આપી છે.

દરેક સુનાવણી કોર્ટના યુટ્યુબ ચેનલ દ્વારા લાઇવ પણ પ્રસારિત થાય છે. લગભગ એક મિનિટના આ ટૂંકા વિડીયોમાં તે વ્યક્તિએ ટોઇલેટના ફ્લોર પર મોબાઇલ ફોન રાખ્યો હતો અને કેમેરા તેની તરફ હતો. ટોઇલેટમાં શૌચ કર્યા પછી તે વ્યક્તિ ફોન ઉપાડીને ચાલ્યો ગયો. વીડિયો જોઈને એવું લાગે છે કે જસ્ટિસે કદાચ તેની હાલત પર ધ્યાન આપ્યું ન હતું. બાદમાં, તે જ વ્યક્તિ ફરીથી ઇયરફોન પહેરીને લોગ ઇન થયો, અને આ વખતે રૂમમાં બેઠો બેઠો પોતાનો વારો આવે તેની રાહ જોતો જોવા મળ્યો. લગભગ 10 મિનિટ પછી, જસ્ટિસ દેસાઈએ તેનું નામ પૂછ્યું અને તેણે તેનું નામ અબ્દુલ સમદ જણાવ્યું, જે સુરતના કીમ ગામનો રહેવાસી છે અને હુમલાના કેસમાં ફરિયાદી છે.

એવી માહિતી સામે છે કે આ વ્યક્તિ FIR રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિવાદી તરીકે હાજર થયો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. બંને પક્ષો વચ્ચે સમાધાન થયા બાદ, કોર્ટે FIR રદ કરી દીધી હતી. આ પહેલી વાર નથી બન્યું. આ બીજો કિસ્સો છે, આ પહેલા એપ્રિલમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી હતી. એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન કેમેરા પર એક વ્યક્તિ સિગારેટ પીતો જોવા મળ્યો હતો. કોર્ટે તેના પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે પણ સુનાવણી દરમિયાન સિગારેટ પીતા જોવા મળેલા એક વ્યક્તિને સમન્સ પાઠવ્યું હતું. તેની સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous Article

શેફાલી જરીવાલાએ કરાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ, મૃત્યુના 3 દિવસ પહેલા જ તસવીરો કરી હતી પોસ્ટ, હવે બની અંતિમ યાદ

Next Article

'હું અમનની છુ...મને ટચ કર્યુ તો 35 ટુકડા...' સુહાગરાત પર પતિને આપ્યો આઘાત, ઘુંઘટ નીચે તેજ ચાકુ લઇને બેઠી હતી નવી નવેલી દુલ્હન

error: Protected Content!
Exit mobile version