‘હું અમનની છુ…મને ટચ કર્યુ તો 35 ટુકડા…’ સુહાગરાત પર પતિને આપ્યો આઘાત, ઘુંઘટ નીચે તેજ ચાકુ લઇને બેઠી હતી નવી નવેલી દુલ્હન

આ પ્રયાગરાજના કપ્તાન અને સિતારાની કહાની છે. બંનેના લગ્ન પરિવારના સભ્યોની સંમતિથી થયા હતા. છોકરી પાસેથી પણ લગ્ન માટે સંમતિ માંગવામાં આવી હતી, અને તેણે હા પણ પાડી હતી. તે એક અરેન્જ્ડ મેરેજ હતા અને ધામધૂમથી થયા હતા. મહેમાનો આવ્યા, મંગલગીત ગવાયું અને દુલ્હનને તેના સાસરે મોકલવામાં આવી. બંને પરિવાર ખુશ હતા. નવા જીવનની શરૂઆત માટે. જો કે લગ્નની પહેલી રાત્રે એટલે કે સુહાગરાતે એવું થયુ કે દુલ્હો આઘાતમાં આવી ગયો.

કપ્તાન જણાવે છે કે સુહાગરાતના દિવસે, સિતારાએ માત્ર અંતર જ રાખ્યું નહીં, પરંતુ તેને સ્પષ્ટ શબ્દોમાં ધમકી પણ આપી હતી. મને ટચ કરશો તો હું આત્મહત્યા કરીશ અથવા તમને મારી નાખીશ. આ સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો. પરંતુ આગામી થોડા દિવસોમાં મામલો ચોંકાવનારો વળાંક પર પહોંચી ગયો. તેના મતે લગ્ન પછી સિતારાએ દરરોજ રાત્રે છરી લઈને સૂવાનું શરૂ કર્યું. તેણે કડક ચેતવણી આપી કે જો તે નજીક આવશે તો તે આત્મહત્યા કરશે અથવા તેને મારી નાખશે.

આ બધું એટલું ગંભીર બન્યું કે પરિવાર પણ ધીમે ધીમે ડરવા લાગ્યો. એક દિવસ કપ્તાનને સિતારાના વોટ્સએપ ચેટ્સ વિશે ખબર પડી. સિતારાના કથિત પ્રેમી અમન, જે તેનો ભત્રીજો છે.તેણે ખુલ્લેઆમ લખ્યું હતું કે જો કપ્તાન કંઈ બોલશે તો 10-20 છોકરાઓથી મરાવી દેશે. કપ્તાન કહે છે કે જે છોકરીએ પહેલી જ રાત્રે છરી ઉપાડી હતી, જો તે મને ક્યાંક એકલી લઈ ગઈ હોત તો તે શું કરી શકત. આજે પણ આ વિશે વિચારીને મારો આત્મા કંપી જાય છે.

કપ્તાન અને તેના પરિવારે સિતારાના પરિવાર સાથે વાત કરી. બંને પક્ષોની હાજરીમાં એક લેખિત કરાર થયો, જેમાં નક્કી થયું કે સિતારા તેના પતિ સાથે સામાન્ય જીવન જીવશે. તે થોડા દિવસો માટે તેના પિયર ગઈ અને પછી ફરી તેના સાસરે આવી. થોડા દિવસો માટે બધું શાંત રહ્યું, પરંતુ પછી એક દિવસ સિતારા છત પરથી કૂદી અને થાંભલાની મદદથી ભાગી ગઈ. આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતુ, જેમાં તે ખૂબ જ શાંતિથી ઘરની બહાર નીકળતી જોવા મળે છે. ત્યારથી તે પાછી આવી નથી.

જ્યારે કપ્તાનની માતાને આ ઘટના યાદ આવે છે, ત્યારે તેની આંખોમાંથી આંસુ અટકતા નથી. તે કહે છે કે જો મારા દીકરાને કંઈક થયું હોત તો હું શું કરત? મારી દુનિયા બરબાદ થઈ ગઈ હોત. કપ્તાનની બહેન કહે છે કે સદનસીબે મારો ભાઈ બચી ગયો. જો કંઈક થયું હોત તો અમે સમાજમાં અમારું મોઢું બતાવી શક્યા ન હોત. કપ્તાન પોતે કહે છે કે હવે તે લગ્ન શબ્દથી ડરે છે. વિશ્વાસ તૂટી ગયો છે. તે દરરોજ ભયના છાયામાં જીવી રહ્યો હતો. તે પોતાના ઘરમાં અજાણ્યો લાગતો હતો. હવે આખો પરિવાર પોલીસ અને વહીવટીતંત્ર પાસે ન્યાય માટે વિનંતી કરી રહ્યો છે.

તેમનો પ્રશ્ન સરળ છે કે જો લગ્ન સંમતિથી થયા હોય તો પછી આ બધી છેતરપિંડી કેમ ? કોઈ છોકરી કોઈના જીવન સાથે આ રીતે કેવી રીતે રમી શકે ? પરિવાર ઇચ્છે છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે અને ગુનેગારોને સામે લાવે. સિતારાનો પરિવાર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી રહ્યો નથી, પણ અન્ય સંબંધીઓ દ્વારા તેઓ કપ્તાનના પરિવાર પર દહેજની બધી વસ્તુઓ તેમને પરત કરવા દબાણ કરી રહ્યા છે.

Previous Article

ટોયલેટમાં બેઠા-બેઠા અદાલતની લાઇવ સુનાવણીમાં જોડાઇ ગયો યુવક, ગુજરાત હાઇકોર્ટનો મામલો- વીડિયો થયો વાયરલ

Next Article

પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગઇ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા, ફિલ્મોથી દૂર હોવા છત્તાં પણ આવી રીતે કરતી હતી કમાણી

error: Protected Content!
Exit mobile version