એક્ટ્રેસ મોનાલિસાની લેટેસ્ટ તસવીરોએ વરસાવ્યો કહેર, ચાહકો થયા ફિદા, ઉપર તો ઢીલા ઢીલા કપડાં પહેર્યા, જુઓ

ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ચાહકો તેના ફોટોઝને ખૂબ પસંદ કરે છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરે છે. આ વખતે મોનાલિસાએ કેટલીક એવી તસવીરો શેર કરી છે, જે તેના ચાહકો ના હોય એને પણ પ્રેમમાં પાડી દેશે. મોનાલિસા આ દિવસોમાં તેની વેબ સિરીઝ “જુડવા જાલ”નું પ્રમોશન કરી રહી છે કારણ કે આ સીરીઝમાં તેનો મુખ્ય રોલ છે.

તેણે આ સીરીઝના પ્રમોશન દરમિયાન આ પોસ્ટ શેર કરી. મોનાલિસાએ ભોજપુરી સિનેમા તેમજ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ઘણું કામ કર્યું છે. પોતાની મહેનતથી તેણે બંગાળી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ પોતાની છાપ છોડી છે. હવે ચાહકો મોનાલિસાની લેટેસ્ટ તસવીરો પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેને પસંદ પણ કરી રહ્યા છે.

મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું, ‘તમે મારી અંદર જે સુંદરતા જોઈ રહ્યા છો તે તમારા બધાનું પ્રતિબિંબ છે.’ મોનાલિસાની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો તેની પોસ્ટ પર હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તો કહી રહ્યા છે કે વિક્રાંત બહુ લકી છે કેમ કે તમે તેમના પત્ની છો.

જણાવી દઇએ કે, 42 વર્ષીય મોનાલિસાએ 2017 માં ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. વિક્રાંત પહેલા ભોજપુરી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરતો પરંતુ મુખ્ય અભિનેતા તરીકે તેની પહેલી ફિલ્મ મેહરારુ બિના રતિયા કૈસે કટી હતી, જે 2018 માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત, વિક્રાંત કેટલીક વેબ સિરીઝમાં પણ દેખાયો હતો. વિક્રાંત લાંબા સમયથી મોનાલિસા સાથે રિલેશનશિપમાં હતો. તે ‘નચ બલિયે’ સીઝન 8 માં તેની સાથે પણ જોવા મળ્યો હતો.

મોનાલિસાએ 2006 માં ભોજપુરી સિનેમામાં અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો હતો. બધા ચાહકો જાણે છે કે મોનાલિસા અભિનેત્રીનું સાચું નામ નથી, તેનું રિયલ નામ અંતરા બિસ્વાસ છે. જ્યારે અંતરા બિસ્વાસ ફિલ્મોમાં આવી ત્યારે તેણે આ જ નામથી પ્રવેશ કર્યો હતો, પરંતુ પછીથી તેણે તેનું નામ બદલીને મોનાલિસા રાખ્યું.

Previous Article

ગુજરાતી ફિલ્મ 'જલેબી રોક્સ' જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

Next Article

‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, કાર્ડિયાક અરેસ્ટે લીધો ભોગ, ફિલ્મ જગતમાં શોકની લહેર

error: Protected Content!
Exit mobile version