મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’નું ધમાકેદાર ટ્રેલર થયુ રિલીઝ, માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર કરાવશે ચાહકોને મોજ

દિગ્દર્શક વિરલ શાહ અને અભિનેત્રી માનસી પારેખની જોડી જેણે અગાઉ ‘ગોળકેરી’ અને ‘કચ્છ એક્સપ્રેસ’ જેવી હિટ ફિલ્મો આપી છે, તે ફરી એકવાર દર્શકો માટે કંઈક ખાસ લઈને આવી છે. મે મહિનામાં જેની જાહેરાત કરાઇ હતી, તે ફિલ્મ ‘મહારાણી’નું હવે ઓફિશિયલ ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે.

‘મહારાણી’ એક હળવી ટચ સાથે રજુ થતી સામાજિક કોમેડી છે, જે ઘરઆંગણાની બહુ મહત્વપૂર્ણ પરંતુ ઘણીવાર અવગણાતી ભૂમિકા— ઘરકામ કરતી મહિલાની દુનિયાને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મમાં મોર્ડન મહિલા માનસી પારેખ અને તેના ઘરમાં કામ કરતી શ્રદ્ધા ડાંગર વચ્ચેના સંબંધો એક નવા, હાસ્યમય દૃષ્ટિકોણથી રજૂ થાય છે.

આ સંબંધમાં ઠેરઠેર હાસ્ય, લાગણી અને વાતચીતના સ્તરો છે જે ઘરેલું જીવનમાં દરેકને સ્પર્શે એવી છે. ટ્રેલરમાં જ એ સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ માત્ર હાસ્ય નથી, પરંતુ સહજીવન અને માનવતાના તંતુઓને અસરકારક રીતે સ્પર્શે છે.માનસી પારેખ અને શ્રદ્ધા ડાંગર સિવાય ઓજસ રાવલ, સંજય ગોરડિયા અને બીજા પણ અનેક કલાકારો છે.

ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મની સ્ટોરી રામ મોરી ને હાર્દિક સાંગાણીએ લખી છે. સામાજિક-કોમેડી ફિલ્મ ‘મહારાણી’નું આજે ટ્રેલર રિલીઝ થયું, જેને ફેન્સનો ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો. પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત `મહારાણી`નુ પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના પ્રોડ્યૂસર્સ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ છે અને કો પ્રોડ્યૂસર્સ મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા છે.

ટ્રેલરમાં કેટલાક ફન્ની ડાયલોગ પણ સાંભળવા મળ્યા જેમ કે, માનસી કહે છે, ‘અગિયાર બુધવારનું વ્રત કરવાથી સારી બાઈ મળી જાય…’ સંજય ગોરડિયા કહે છે, ‘વી આર ફેમિલી. તું બસ ખાલી તારો પ્રોબ્લમ બોલ…’

Previous Article

25 વર્ષ પછી સ્મૃતિ ઈરાનીએ કરી તુલસીના રોલમાં વાપસી, ટીવી પર જલ્દી જ આવશે ‘ક્યુકિ સાસભી કભી બહુ થી’ શો, જોઈ લો પ્રોમો

Next Article

મલેશિયામાં પોલીસ હેલિકોપ્ટર ખાબક્યું નદીમાં, પાંચ ક્રુ મેમ્બર હતા સવાર, સૈન્ય અભ્યાસ દરમિયાન સર્જાયો મોટો અકસ્માત

error: Protected Content!
Exit mobile version