મહાકાય હેલિકોપ્ટર ખાબક્યું નદીમાં, 5 ક્રુ મેમ્બર હતા સવાર, હિમ્મત હોય તો જ જોજો વીડિયો, નબળા હૃદય વાળા ન જોતા
બુધવારે સવારે મલેશિયાના જોહોર રાજ્યમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક પોલીસ હેલિકોપ્ટર સીધું નદીમાં પડ્યું હતું. આ અકસ્માત સુંગાઈ પુલાઈ વિસ્તારમાં થયો હતો.તે સમયે હેલિકોપ્ટર નિયમિત સેન્ય અભ્યાસમાં (MITSATOM 2025) સામેલ હતું. હેલિકોપ્ટરના પાંચ ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.રેસ્ક્યુ ઓપરેશન પછી બધા ઇજાગ્રસ્ત અધિકારીઓને જોહર બારુની સુલ્તાના અમીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મલેશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું છે કે એર એક્સિડેન્ટ બ્યુરો આ અકસ્માતની તપાસ કરશે.મલેશિયાના નાગરિક એવિએશન ઓથોરિટીના (CAAM) અનુસાર, હેલિકોપ્ટર સવારે 9:51 વાગ્યે તંજુંગ કુપાંગ પોલીસ સ્ટેશનથી ઉડાન ભરી હતી, પરંતુ થોડીવારમાં તકનીકી ખલેલને કારણે આપાતકાલીન લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ નદીમાં થયું હતું.નદીમાં પડ્યા પછી તરત જ, દરિયાઇ પોલીસ દળે ક્રૂના પાંચેય સભ્યોને બચાવ્યા અને તેમને નજીકના મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA) જેટીમાં લાવ્યા.
આ પછી, દરેકને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો નથી, પરંતુ મલેશિયાની નાગરિક ઉડ્ડયન નિયામકએ તેને ગંભીર વિમાન ઘટના મણિને તાપસ શરૂ કરી છે.અકસ્માતનો ભોગ બનેલા હેલિકોપ્ટર ફ્રાન્સમાં ઉત્પાદિત એરબસ એએસ 355 એન મોડેલ હતું. તે લાઇટ યુટિલિટી સિંગલ-રોટર હેલિકોપ્ટર છે. તે 1975 થી 2016 સુધી બનાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ વિશ્વભરમાં સુરક્ષા દળો, ખાનગી ચાર્ટર અને કોર્પોરેટ સેવાઓ દ્વારા કરવામાં આવે છે.
1996 માં હેલિકોપ્ટર મલેશિયાની પોલીસને પહોંચાડવામાં આવ્યું હતું. 2023 ના નવેમ્બરમાં, તેમને બદલવા માટે નવા ટેન્ડર બોલાવ્યા હતા.અકસ્માતથી આ પ્રશ્ન ઉભો થઇ રહ્યા છે કે શું જૂનું એરક્રાફ્ટની સેવા અવધિ સમાપ્ત થઇ ગઈ હતી અને શું ભવિષ્યમાં આવા બીજા અકસ્માતો રોકી શકાય છે.
WATCH: Police helicopter crashes into Pulai River in Johor, Malaysia, at least 5 people hospitalized. pic.twitter.com/3456sNg5xT
— AZ Intel (@AZ_Intel_) July 10, 2025
