ફિટનેસ ફ્રીક વિરાટ કોહલી પીવે છે 4000 પ્રતિ લીટર વાળુ પાણી; જાણો શું ખાસિયત છે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાની ફિટનેસ પ્રત્યે ઘણા સજાગ રહે છે. તે ફક્ત નિયમિત કસરત જ નથી કરતો, પરંતુ પોતાનો આહાર પણ ખૂબ જ સંતુલિત રાખે છે. જ્યારે પણ ફિટનેસ ફ્રીક વિરાટના આહાર વિશે ચર્ચા થાય છે, ત્યારે તેના પાણી વિશે ચોક્કસપણે ચર્ચા થાય છે.

વિરાટ જે પાણી પીવે છે તેની કિંમત 3થી4 હજાર રૂપિયા પ્રતિ લિટર હોવાનું કહેવાય છે. આ પાણી સામાન્ય પાણીથી અલગ છે અને તેમાં ઘણા મિનરલ્સનો ઉપયોગ થાય છે. વિરાટ કોહલી Evianનું પાણી પીવે છે જે ખૂબ મોંઘુ છે. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલી બ્લેક વોટર અને Evian water પીવે છે. જેની કિંમત લગભગ રૂ. 9000-4000 પ્રતિ લિટર છે. આ પાણીમાં પ્રાકૃતિક-કાળું આલ્કલાઇન હોય છે, જે હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.

વિરાટ કોહલી ઉપરાંત ઉર્વશી રૌતેલા અને અન્ય ઘણા સેલિબ્રિટીઓએ પણ તેમની રોગપ્રતિકારક શક્તિ સુધારવા અને ફિટ રહેવા બ્લેક વોટરનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે આ પાણી ત્વચાની ચમક સુધારે છે, વજનને નિયંત્રિત કરે છે અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Previous Article

જેને ગામવાળાએ ભણવાથી રોકી તે છોકરી UPSC ક્રેક કરી બની ગઇ IAS ઓફિસર- વાંચો સક્સેસ સ્ટોરી

Next Article

આ ભારતીય ક્રિકેટરે તોડી ધર્મની બેડીઓ...6 વર્ષ મોટી મુસ્લિમ યુવતિ સાથે કર્યા લગ્ન- જાણો લવ સ્ટોરી

error: Protected Content!
Exit mobile version