આ ભારતીય ક્રિકેટરે તોડી ધર્મની બેડીઓ…6 વર્ષ મોટી મુસ્લિમ યુવતિ સાથે કર્યા લગ્ન- જાણો લવ સ્ટોરી

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર શિવમ દુબે પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં છે. શિવમ દુબેની લવ સ્ટોરી ફિલ્મી છે. લગભગ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી શિવમ દુબેએ 2021માં અંજુમ ખાન સાથે હિન્દુ અને મુસ્લિમ બંને રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. આ કપલે હિન્દુ વિધિ મુજબ ફેરા લીધા અને નિકાહ પણ કર્યા. અંજુમ ખાન ઉત્તર પ્રદેશની રહેવાસી છે.

તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અંજુમ એક મોડેલ પણ રહી ચૂકી છે. તેણે ઘણી હિન્દી સિરિયલો અને મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું છે. જ્યારે ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેએ અંજુમ ખાન સાથે હિન્દુ અને મુસ્લિમ બંને રીતરિવાજોથી લગ્ન કર્યા, ત્યારે તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. આ તસવીરો જોયા પછી, લોકોએ તેમના લગ્ન સામે વાંધો વ્યક્ત કર્યો.

આ માટે બંનેની ભારે ટીકા થઈ હતી. વર્ષ 2022માં શિવમ દુબે અને અંજુમ ખાન તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા. આ સુંદર કપલે સોશિયલ મીડિયા પર દીકરાનો ફોટો પણ શેર કર્યો હતો. શિવમ અને અંજુમ હવે બે બાળકોના પેરેન્ટ્સ છે, દીકરા બાદ બંને નવા વર્ષના પહેલા મહિનામાં દીકરીના માતા-પિતા બન્યા છે. શિવમ દુબે અને અંજુમ ખાને ક્યારેય પોતાનો પ્રેમ છુપાવ્યો નથી.

દુબે અને અંજુમ બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો માટે ફોટો-વીડિયો પોસ્ટ કરતા રહે છે. શિવમ દુબે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. તે IPL 2023 માં CSK વતી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. શિવમ દુબે એક સારો ઓલરાઉન્ડર છે. તેણે 2019માં ટીમ ઈન્ડિયા માટે T20 અને ODI ડેબ્યૂ કર્યું હતું. તે 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય હતો.

શિવમની કમાણી વિશે વાત કરીએ તો, કેટલાક અહેવાલો અનુસાર તેની કુલ સંપત્તિ લગભગ 28 કરોડ રૂપિયા છે. શિવમ દુબે બીસીસીઆઈની કેન્દ્રીય યાદીમાં ગ્રેડ ‘સી’ ખેલાડી છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025 માટે 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો.શિવમની પત્ની અંજુમની કારકિર્દીની વાત કરીએ તો તે એક વોઇસ આર્ટિસ્ટ છે.

વોઇસ ઓવર આર્ટિસ્ટ હોવા ઉપરાંત તે એક મોડેલ પણ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે અને મોડેલ તરીકે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજુમ ખાનની કુલ સંપત્તિ 1-2 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેની મોટાભાગની કમાણી મોડેલિંગ દ્વારા થઈ છે. તે પોતાના અંગત જીવનને ખાનગી રાખે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version