પહેલગામ આતંકી હુમલા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું શર્મનાક નિવેદન, સાંભળી ઉકળી ઉઠશે ભારતના કરોડો લોકોનું લોહી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. શાહિદ આફ્રિદીએ આ ઘટના માટે ભારતને દોષી ઠેરવ્યું છે. શાહિદ આફ્રિદીએ શરમજનક નિવેદન આપતા કહ્યું છે કે ભારત પોતાના જ લોકોને મારી રહ્યું છે. શાહિદ આફ્રિદી ઘણીવાર ભારત અને જમ્મુ અને કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદનો આપવામાં શરમાતો નથી.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, ‘આતંકવાદીઓ એક કલાક સુધી પહેલગામમાં લોકોને મારી રહ્યા હતા અને 8 લાખમાંથી એક પણ ભારતીય સૈનિક આવ્યો નહીં, પરંતુ જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો.’ શાહિદ આફ્રિદીએ ભારત પર પોતાના જ લોકોને મારી નાખવાનો અને પછી પાકિસ્તાન પર આરોપ લગાવાનો આરોપ લગાવ્યો. શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘ભારત પોતે આતંકવાદ કરે છે, પોતાના લોકોને મારે છે અને પછી પાકિસ્તાન પર આરોપ લગાવે છે.’

કોઈ પણ દેશ કે ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી. અમે હંમેશા શાંતિનું સમર્થન કરીએ છીએ. ઇસ્લામ અમને શાંતિ શીખવે છે અને પાકિસ્તાન ક્યારેય આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતું નથી. અમે હંમેશા ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘હું 2016 ના T20 વર્લ્ડ કપ દરમિયાન કેપ્ટન હતો અને મને ખ્યાલ નહોતો કે અમે ભારત જઈશું કે નહીં.’ ભારત આવતા પહેલા અમને ઘણી ધમકીઓ મળી હતી. રમતગમતની રાજદ્વારી પણ સારી છે.

તેઓ (ભારત) તેમની કબડ્ડી ટીમ અહીં (પાકિસ્તાન) મોકલે છે, પરંતુ તેઓ તેમની ક્રિકેટ ટીમ મોકલી શકતા નથી. જો તમારે તેને બંધ કરવું હોય તો તેને સંપૂર્ણપણે બંધ કરી દો. આફ્રિદીએ કહ્યું, ‘આશ્ચર્યજનક રીતે હુમલાના એક કલાકમાં જ તેમનું મીડિયા બોલીવુડમાં ફેરવાઈ ગયું. ભગવાનની ખાતર, બધું જ બોલીવુડ ન બનાવો. મને આઘાત લાગ્યો, હકીકતમાં મને તેની વાત કરવાની રીતનો આનંદ આવી રહ્યો હતો. હું કહી રહ્યો હતો કે, તેમની વિચારસરણી જુઓ, તેઓ પોતાને શિક્ષિત લોકો કહે છે.

Previous Article

23 વર્ષની કાર્તિક આર્યનની હિરોઇનના ઘરે આવી નાની પરી, ગુડ ન્યુઝ શેર કરતા જ ચાહકોએ લૂંટાવ્યો પ્રેમ

Next Article

ગોવિંદાને કામના બદલે નહોતા મળતા પૈસા, ભડકી પત્ની સુનીતા, કહ્યુ- ફ્રીમાં એક્ટર કરી દેતા ઇવેન્ટ

error: Protected Content!
Exit mobile version