મુસ્લિમ થઇને પણ શિવભક્ત છે આ સ્ટારકિડ, પિતા અધધધધ કરોડોના માલિક પણ માતા સાથે અલગ રહે છે એક્ટ્રેસ

Source : આ મુસ્લિમ એક્ટ્રેસ છે શિવભક્ત, બાપ 1200 કરોડનો માલિક, છતાં મમ્મી સાથે રહે છે અલગ, કારણ જાણીને ચોંકી જશો

સારા અલી ખાન ભગવાન ભોલેનાથની ઘણી મોટી ભક્ત છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર ભોલેનાથના મંદિરમાં પૂજા કરતી તસવીરો કે વીડિયો શેર કરતી રહે છે. નવાબ ખાનદાનની રાજકુમારી ફેન્સની ફેવરેટ છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ભગવાન શિવ વિશે વાત કરતા જોવા મળે છે. તે ઘણા મંદિરોમાં પણ જોવા મળે છે.

જણાવી દઇએ કે, સારાના પિતા એટલે કે નવાબ સૈફ અલી ખાન 1200 કરોડના માલિક છે. જોકે તેમ છતાં તે તેની માતા સાથે અલગ રહે છે. સારાએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત કેદારનાથ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ હતા. સારાના અભિનય અને ડાંસ ઉપરાંત ચાહકોને તેની ભક્તિ શૈલી ખૂબ પસંદ છે. સારા ભગવાન શિવની પરમ ભક્ત છે.

સારા ઘણીવાર કેદારનાથ જાય છે અને ત્યાંથી તસવીરો પણ શેર કરી છે. આ ઉપરાંત પણ તે ઘણા મંદિરોમાં જોવા મળી ચૂકી છે. અભિનેત્રી ઘણીવાર ફિલ્મ પ્રમોશન માટે સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સ્પોટ થાય. જણાવી દઇએ કે, સારા અલી ખાન સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી છે. પેરેન્ટ્સના છૂટાછેડા બાદ સારા તેની માતા અમૃતા સાથે અલગ ઘરમાં રહે છે.

સારાની કુલ સંપત્તિની વાત કરીએ તો, તે 41 કરોડ રૂપિયા છે. તે ફિલ્મોમાં કામ કરવા માટે મોટી રકમ લે છે. આ સિવાય તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળે છે. 29 વર્ષિય સારાનું નામ કાર્તિક આર્યન અને વીર પહાડિયા જેવા ઘણા સ્ટાર્સ સાથે જોડાઇ ચૂક્યુ છે. જો કે અભિનેત્રી પોતાના સંબંધોને અંગત રાખવાનું પસંદ કરે છે.

Previous Article

ગાયને ગટરમાં પડેલી જોઈ યુવાને બતાવી માણસાઈ, પોતે ગટરમાં જઈ ગાયને એવી રીતે બચાવી કે લોકો કરી રહ્યા છે વખાણ; જુઓ વીડિયો

Next Article

છોકરીએ લાલ સાડી પહેરી શ્મશાનમાં બનાવી રીલ, 'લવ તુજે લવ' પર કર્યો ધમાકેદાર ડાંસ- વીડિયો જોઇ ભડક્યા લોકો

error: Protected Content!
Exit mobile version