Source : સ્મશાનમાં યુવતીએ રીલ બનાવી, અસ્થિ કળશ સામે રાખીને લાલ સાડીમાં નાચી, પછી જે બન્યું તે જોઈને આંખો પહોળી થઈ જશે!
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે, પછી ભલે તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે. આ ક્રેઝમાં એક યુવતીએ સ્મશાનમાં રીલ બનાવીને હદ પાર કરી દીધી. તે રેડ સાડી પહેરીને પહોંચી અને અસ્થિ કળશે સામે રોમેન્ટિક ગીત પર ડાન્સ કરવા લાગી.
ઇન્સ્ટાગ્રામ પર સોના રસરિયા (@sonarasania) ને બે લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે ઘણીવાર મનોરંજક વીડિયો બનાવે છે. પરંતુ આ વખતે તેણે એવો વીડિયો પોસ્ટ કર્યો જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા. વીડિયોમાં સોના સ્મશાનમાં ફિલ્મ ‘બરસાત’ના ગીત “લવ તુઝે લવ મેં કરતી હૂં” પર ડાન્સ કરી રહી છે, જેના કારણે યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે તે અસ્થિ કળશ લઈને આવે છે અને તેને સળગતી ચિતા પાસે મૂકીને નાચવાનું શરૂ કરે છે. તેણે આ દરમિયાન લાલ સાડી પહેરી છે. તેની આવી હરકત માત્ર અયોગ્ય જ નથી પરંતુ શોકગ્રસ્ત પરિવારોની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. જો કે, કેટલાક લોકો દાવો કરે છે કે આ સ્મશાન નથી પરંતુ એક સામાન્ય જગ્યા છે અને જે ધુમાડો દેખાઇ રહ્યો છે તે કચરો સળગાવવાના કારણે હોઈ શકે છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “જો આ ખરેખર સ્મશાન છે, તો આ કૃત્યના પરિણામો ખૂબ જ ખરાબ આવી શકે છે. દરેક વસ્તુને મજાક બનાવી દેવામાં આવી છે.” જ્યારે બીજાએ લખ્યું, “મુક્તિ સ્થળ પર આટલી અશ્લીલતા શા માટે? ધર્મ અને કર્મનું જ્ઞાન વધી રહ્યું છે, પરંતુ પાપો પણ તે જ ઝડપે વધી રહ્યા છે.”
