તાજેતરમાં જ જયપુર ખાતે IIFA એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ બાજી મારી હતી. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ IIFA એવોર્ડ મેળવ્યો છે.
‘વશ’ ની સિક્વલ ‘શૈતાન’ માટે અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ માટે IIFA એવોર્ડ મળ્યો છે. જે ખરેખર, ગુજરાત માટે ગૌરવની વાત છે.
સુપરસ્ટાર યશ સોનીએ પણ જાનકી બોડીવાલા માટે પોતાના સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા IIFA સેરેમનીમાં ચમકી છે. જાનકીને કિંગ શાહરુખ ખાનના હસ્તે એવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં, કિંગ ખાને અભિનેત્રીને પ્રેમથી સ્ટેજ પર લાવ્યા હતા અને હાથ પકડીને જાનકીને સપોર્ટ પણ આપ્યો હતો.
ગુજ્જુરોક્સ ટીમે અમદાવાદ એરપોર્ટ પર IIFA માટે જઈ રહેલી જાનકી બોડીવાલાને સ્પોટ કરી છે. ત્યારે, જાનકીએ IIFAને શું કહ્યું હતું? જુઓ વીડિયોમાં…