ચીયરલીડરના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો IPLનો આ સ્ટાર ક્રિકેટર, ખૂબસુરતીનો કોઇ જવાબ નથી- બિકિની લુકમાં કરે છે ક્લીન બોલ્ડ

ચીયરલીડરની ખૂબસુરતી પર ક્લીન બોલ્ડ થયો હતો KKRનો આ ખેલાડી, કોઇ ફિલ્મી સ્ટોરીથી કમ નથી ક્રિકેટરની પ્રેમ કહાની

જ્યારે ચીયરલીડર પર પોતાનું દિલ હારી બેઠો હતો આ ખેલાડી, જાણો દિલચસ્પ લવ સ્ટોરી

સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન અને IPL 2025માં KKR તરફથી રમતા ક્વિન્ટન ડી કોકે હાલમાં 61 બોલમાં 97 રનની ઇનિંગ રમી, જેને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2025માં પોતાની પહેલી મેચ જીતી. ટીમે બુધવારે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું. KKR તરફથી મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ ખૂબ જ ઘાતક બોલિંગ કરી, બંનેએ 2-2 વિકેટ લીધી.

આ મેચ બાદથી લોકો તેની પર્સનલ લાઇફ વિશે જાણવા માગે છે. ડી કોકે સાશા હર્લી સાથે લગ્ન કર્યા છે, જે ચીયરલીડર રહી ચૂકી છે. ડી કોક અને સાશાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના કોન્ટેક શેર કર્યા ને પછી બંને સારા મિત્રો બની ગયા. મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ ખબર જ ન પડી. આ પછી, બંનેએ 4 વર્ષ સુધી ડેટિંગ કર્યુ અને વર્ષ 2015માં સગાઇ કરી.

ડી કોક અને સાશા હર્લીના લગ્ન 2016માં થયા હતા. ડી કોક અને સાશાના લગ્ન પ્રસંગે દક્ષિણ આફ્રિકાની ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ હાજર રહ્યા હતા, જેમાં એબી ડી વિલિયર્સ, જેપી ડુમિની, ડેલ સ્ટેન, ફાફ ડુ પ્લેસિસ અને ડેવિડ મિલર વગેરેનો સમાવેશ થાય છે. ક્વિન્ટન ડી કોક અને સાશા હર્લી વર્ષ 2022માં એક પુત્રીના માતા-પિતા બન્યા. ડી કોકની પુત્રીનું નામ કિયારા છે.

સાશા હર્લી ઘણીવાર પતિને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચે છે. ક્વિન્ટન ડી કોક IPLમાં 4 ટીમો માટે રમી ચૂક્યો છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ મુખ્ય છે. ડી કોકે IPLમાંથી 40 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ડી કોકની પત્ની સાશા હર્લી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોલોઅર્સ પણ છે. તે ડી કોક અને તેના બાળક સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version