43 વર્ષના ધોનીએ એટલી તેજીથી ફિલ સાલ્ટને કર્યો સ્ટંપ આઉટ કે હેરાન રહી ગઇ દુનિયા, સિદ્ધૂએ કહ્યુ- વીજળીથી પણ તેજ
ધોનીની 43ની ઉંમરે પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ ! બેટ્સમેનને આંખના પલકારામાં એવી રીતે આઉટ કર્યો કે બધા હેરાન
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઇ હતી, બધાની નજર વિરાટ કોહલી અને એમએસ ધોની પર હતી. એક તરફ વિરાટ પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો હતો અને બીજી તરફ એમએસ ધોનીના સ્ટમ્પિંગથી સમગ્ર ચેપોક ગુંજી ઉઠ્યું. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આરસીબી માટે ફિલ સોલ્ટ પ્રવેશતાની સાથે જ તોફાની દેખાતો હતો. પરંતુ એક નાની ભૂલ તેને મોંઘી પડી. એમએસ ધોનીએ છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવને ઝડપી સ્ટંપ આઉટ કર્યો હતો.
આ વખતે પણ તેણે ચેપોકમાં સ્ટમ્પિંગ કરીને લાઇમલાઇટ લૂંટી લીધી. સોલ્ટ નૂર અહેમદની ઓવરમાં એક બોલ ચૂકી ગયો અને ધોનીએ તક ગુમાવી નહીં. તેણે આંખના પલકારામાં સોલ્ટને આઉટ નાશ કર્યો. જ્યારે મોટી સ્ક્રીન પર જોવામાં આવ્યો ત્યારે ફિલિપ સોલ્ટનો પગ હવામાં જોવા મળ્યો અને તેને આઉટ જાહેર કરવામાં આવ્યો. RCBએ મેચની શાનદાર શરૂઆત કરી હતી. સોલ્ટે માત્ર 16 બોલમાં 32 રનની ઇનિંગ રમી જેમાં એક સિક્સ અને 5 ફોર હતી.
કોહલીએ પણ 31 રન બનાવીને સારો પાયો નાખ્યો હતો. આ પછી કેપ્ટન પાટીદારે પોતાની બેટિંગથી સ્કોરબોર્ડને દોડાવવાનું શરૂ કર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ફિલ્ડિંગ નિરાશાજનક હતી. રવીન્દ્ર જાડેજાએ RCBના કેપ્ટન રજત પાટીદારને પોતાની ઓવરમાં ફસાવી દીધો હતો, પરંતુ બાઉન્ડ્રી પર ઉભેલ દીપક હુડા કેચ ચૂકી ગયો. આ પછી પાટીદાર 5માં ગિયરમાં બેટિંગ કરતો જોવા મળ્યો. જો કે આઈપીએલ 2025ની 8મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના વિકેટકીપર એમએસ ધોનીએ આરસીબીના ઓપનર સોલ્ટને જે રીતે સ્ટમ્પ આઉટ કર્યો તે જોઇ બધા ચોંકી ગયા હતા.
43 વર્ષની ઉંમરે ધોની જે રીતે વિકેટ કીપિંગ કરી રહ્યો છે અને તેની જે સ્ફૂર્તિ જોવા મળી રહી છે તે આશ્ચર્યજનક છે. જણાવી દઈએ કે ધોની આઈપીએલમાં ત્રણ ટીમો સામે સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર વિકેટકીપર બની ગયો છે. ધોનીએ KKR સામે 9, RCB સામે 8 અને દિલ્હી કેપિટલ્સ સામે 8 બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કરવામાં સફળતા મેળવી છે, જ્યારે IPLના ઈતિહાસમાં કોઈપણ એક વિરોધી ટીમ સામે સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર દિનેશ કાર્તિક વિકેટકીપર છે. કાર્તિકે રાજસ્થાન રોયલ્સના 8 બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કરવામાં સફળતા મેળવી છે.
Ladies & gentlemen, presenting the GEN GOLD who never gets OLD! ⚡🔥#MSDhoni pulls off yet another lightning-fast stumping and this time, it’s #PhilSalt who’s left stunned! 😮💨💪🏻
Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports… pic.twitter.com/kK3B5jxhXT
— Star Sports (@StarSportsIndia) March 28, 2025