હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ કંફર્મ કર્યુ રિલેશન ? IPL મેચ પછીના આ વીડિયોએ સંબંધ પર લગાવી મોહર

હવે શક થયો સાચો ! હાર્દિક પંડ્યાએ નવા રિલેશન પર લગાવી મોહર,ટીમ બસમાં સવાર થઇ હુસ્નની મલ્લિકા

મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યાની લાઈફમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.હાર્દિક પંડ્યાનું નામ જાસ્મીન વાલિયા સાથે લાંબા સમયથી જોડાઇ રહ્યુ છે.મુંબઈ ઈન્ડિયન્સ અને કેકેઆરની મેચ દરમિયાન બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયા જોવા મળી હતી.ત્યારે આ જોતા લાગે છે કે ડેટિંગની ચાલી રહેલી અફવાઓમાં કંઈક સત્ય હોઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ આઠ વિકેટથી જીત્યું ત્યારે ઓનલાઈન ચર્ચાઓ સ્ટેડિયમમાં જાસ્મીનની હાજરી પર કેન્દ્રિત થઈ.જાસ્મીન એમઆઈ અને તેના કેપ્ટન હાર્દિક માટે ઉત્સાહિત જોવા મળી હતી,જેનાથી તેમના અફેરની અફવાઓ વધુ ફેલાઈ ગઈ હતી.જોકે,ચાહકોનું સૌથી વધુ ધ્યાન તેણીએ ખેંચ્યું તે હતું MI ટીમ બસમાં ચઢવું.આ બસ સામાન્ય રીતે ખેલાડીઓ, તેમના પરિવારો અને તેમના નજીકના લોકો માટે હોય છે.સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ખરેખર જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે.

આ પહેલીવાર નથી જ્યારે બંને એકબીજા સાથે જોવા મળ્યા હોય ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જાસ્મિન પણ સ્ટેન્ડમાં જોવા મળી હતી, કેટલાક ચાહકોએ દાવો કર્યો હતો કે તેણી હાર્દિક તરફ ફ્લાઈંગ કિસ મોકલતી જોવા મળી હતી.રેડિટ યુઝર્સે બંનેના અલગ અલગ ફોટા ફરીથી શેર કર્યા,જેમાં તેઓ એક જ જગ્યાએ હોવાનું કહેવાય છે,બંને વચ્ચે ડેટિંગની અફવાઓએ જોર પકડ્યુંઆમાં ગ્રીસની યાત્રા પણ શામેલ હતી

જાસ્મીન વાલિયા વિશે વાત કરીએ તો,તેણીએ સંગીત અને ટેલિવિઝન કારકિર્દી દ્વારા મનોરંજન ઉદ્યોગમાં એક અલગ ઓળખ બનાવી છે.તેણીએ બોમ ડિગી જેવા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે અને વિવિધ રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.

Previous Article

બેટમેન ફેમ અને લેજેડરી એક્ટરનું થયું મોત, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, એક્ટરના નિધનથી હોલિવૂડમાં શોકનો માહોલ છવાયો

Next Article

મહાકુંભ વાળી વાયરલ ગર્લ મોનાલિસાના બેડરૂમમાં ડિસ્કશન કરતા જોવા મળ્યા ડાયરેક્ટર સનોજ મિશ્રા, જુઓ વીડિયો

error: Unable To Copy Protected Content!
Exit mobile version