અનંત અબાણીની દ્વારકાની ભક્તિમય પદયાત્રા, પગપાળા જઈ શ્રી કૃષ્ણ આગળ નમાવશે શીશ, જુઓ વીડિયો
30માં જન્મદિવસ પેહલા દ્વારકા પોહચશે અનંત અંબાણી, પદયાત્રામાં ભીડની વચ્ચે જોવા મળ્યો ભક્તિમય અંદાજ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી, ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. અનંત અંબાણીનો ક્રેઝ લગ્નની તમામ પ્રકારની ઘટનાઓમાં જોવા મળે છે. હવે અનંત અંબાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણી દ્વારકા પોહચ્યાં છે. અનંત અંબાણી અહીં પહોંચવા માટે પગથી ચાલીને આવ્યા હતા. તે વીડિયોમાં જોવા મળે છે કે અનંત અંબાણી કેટલાક લોકોથી ઘેરાયેલા છે અને રસ્તા પર ચાલી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે અનંત અંબાણી તેના વ્રત માટે પગપાળા દ્વારકાધિશ મંદિરમાં જઈ માથું નામાવશે.
જણાવી દઈએ કે અનંત અંબાણીને પણ તેના માતા અને પિતાની જેમ ભગવાનમાં ઊંડો વિશ્વાસ છે. અગાઉ, અનંત તેના પરિવાર સાથે પ્રયાગરાજમાં મહાકભમાં સ્નાન કરવા પહોંચ્યા હતા. અનંત અંબાણીના ફોટા અને વીડિયોઝ અહીં આખા પરિવાર સાથે જાહેર થયા હતા. હવે પ્રયાગરાજ પછી, અનંત અંબાણી બીજા ધાર્મિક સ્થળે પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી દ્વારકા જઇ રહ્યા છે અને અહીં પોહચી ભગવાન શ્રીકૃષ્ણના પગ પર માથું નમશે. ગયા વર્ષે અનંત અંબાણીના લગ્ન ભવ્ય ઘટના કરતા ઓછા ન હતા.
આ લગ્નમાં વિશ્વભરના લોકો આવ્યા હતા. જેમાં તેમની હાજરીથી આ પ્રસંગને ખાસ બન્યો હતો.જણાવી દઈએ કે અનંત અંબાણીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનંત તેના લોકો સાથે રસ્તા પર ચાલે છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંતે 27મીની મધરાત્રે ત્રણ વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. અનંત અંબાણી લગભગ 141 કિ.મી. પગપાળા ચાલીને દ્વારકા પહોંચશે અને અહીં દ્વારકાધીશ આગળ તેમનું શીશ નમાવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીએ આ માટે માનતા માંગી હતી. જેના માટે તેણે આ યાત્રા શરૂ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા દરરોજ 15-20 કિ.મી.ની મુસાફરી કરીને લગભગ 12 દિવસ સુધીમાં સમાપ્ત થશે. ઘણા વીડિયોઝમાં એવો દાવો કરવામાં આવીઓ રહ્યો છે કે અનંત અંબાણીએ આ યાત્રા માટે પોતાની સાથે ખાસ Z પ્લસ સિક્યોરિટી રાખી હતી અને બે દિવસમાં 24 કિલોમીટર જેટલાનું અંતર કાપ્યું હતું.
ઘણા વીડિયોમાં અનંત અંબાણી ‘જય દ્વારકાધીશ’ના નારા લગાવતા જોવા મળે છે અને રસ્તા પર આવતા જતા લોકોને ‘જય દ્વારકાધીશ’ કેહતા જોવા મળી રહ્યા છે. જોકે આ અંગે અંબાણી પરિવાર દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
