ગર્લ્સ હોસ્ટેલમાં લાગી આગ તો નીચે ઉતરતા બિલ્ડિંગ પરથી પડી છોકરી, દૂર ઊભેલા લોકો પણ બૂમ પાડી ઉઠ્યા…જુઓ વીડિયો

ગ્રેટર નોઈડાની ગર્લ્સ હોસ્ટેલમાં AC ફાટવાથી લાગી આગ, બાલકનીમાંથી કૂદી વિદ્યાર્થીનીઓ

ગ્રેટર નોઈડાની ગર્લ્સ હોસ્ટેલમાં લાગી આગ, જીવ બચાવવા બાલકનીમાંથી કૂદતી જોવા મળી છોકરીઓ

ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ પછી, હોસ્ટેલમાં હાજર છોકરીઓએ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, 160 છોકરીઓને બચાવી લેવામાં આવી છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ગુરુવારે સાંજે લગભગ 5:25 વાગ્યે ફાયર વિભાગને આગ લાગવાની માહિતી મળી હતી.

માહિતી મળતા જ બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. આગને કારણે, હોસ્ટેલની અંદરના વિદ્યાર્થીઓ ચીસો પાડવા લાગી અને ગાઢ ધુમાડાને કારણે ઘણી બહાર આવવા માટે બૂમો પાડવા લાગી. ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે 27 માર્ચ, 2025 ના રોજ નોલેજ પાર્ક 03 માં અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે એક રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળતાં ફાયર સર્વિસ યુનિટે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે ફાયર એન્જિનની મદદથી આગને સફળતાપૂર્વક ઓલવી નાખી.

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક છોકરીઓ આગથી બચવા માટે બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે ઉતરી પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે. નીચે ઉતરતી વખતે એક છોકરી તો પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને નીચે પડી. વીડિયો જોઈને લાગે છે કે યુવતીને ઈજા થઈ હશે.

Previous Article

રોમેન્ટિક અંદાજમાં કપલે કર્યું એવું કે વાયરલ થયો કપલના હનિમુનનો ગુપ્ત વીડિયો; જુઓ રોમેન્ટિક વીડિયો

Next Article

ચીયરલીડરના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો IPLનો આ સ્ટાર ક્રિકેટર, ખૂબસુરતીનો કોઇ જવાબ નથી- બિકિની લુકમાં કરે છે ક્લીન બોલ્ડ

error: Protected Content!
Exit mobile version