કિંજલ દવે પહોંચી મહાકુંભ, સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી- જુઓ તસવીરો અને વીડિયો

આજે મહાકુંભનો 43મો દિવસ છે, મેળો પૂરો થવામાં હજુ 2 દિવસ બાકી છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 62.61 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. સામાન્ય માણસથી લઇને સેલેબ્સ અને મોટી મોટી હસ્તિઓ પણ મહાકુંભ પહોંચી અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

ત્યારે ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે પણ મહાકુંભ પહોંચી અને સંગમમાં ડૂબકી લગાવી. કિંજલ દવે તેના ભાઇ સાથે મહાકુંભ પહોંચી હતી. આ દરમિયાનનો તેણે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે પહેલી સૂટમાં જોવા મળી રહી છે, અને આ દરમિયાન તેનો ભાઇ પણ જોવા મળી રહ્યો છે.

આ પછી કિંજલ બોટ દ્વારા સંગમ ઘાટ પહોંચે છે અને પછી આસ્થાની ડૂબકી લગાવે છે. આ પછી તે કારમાં ક્યાંક જતી અને આ દરમિયાન ગળામાં માળા પહેરેલી જોવા મળે છે. તે આચાર્ય મહામંડલેશ્વર ડૉ.લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જગતગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહામંડલેશ્વર 1008 મહેન્દ્રાનંદગિરીજી બાપુને પણ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

એક ક્લિપમાં તે ગ્રીન સૂટમાં જોવા મળે છે. કિંજલે ગંગા આરતીનો પણ લાભ લીધો હતો.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version