મહાકુંભમાં સ્નાનના બહાને પત્નીની દિલ્હીથી પ્રયાગરાજ લાવ્યા બાદ કરી હત્યા, બે મહિના પહેલા બનાવી હતી યોજના- આરોપીનું કબૂલનામુ સાંભળી પોલિસ પણ હેરાન

દિલ્હીથી પ્રયાગરાજ લાવી પત્નીને મારી નાખી, દીકરાઓને કહ્યુ- મહાકુંભમાં ખોવાઇ ગઇ માતા, પછી આવી રીતે ખુલ્યો ભેદ ને આરોપી પહોંચ્યો જેલ

પ્રયાગરાજ મહાકુંભમાં દિલ્હીથી આવેલા એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. હત્યાના કેસનો પર્દાફાશ કરતી વખતે પોલીસે આરોપી પતિ અશોક વાલ્મિકીની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આરોપીના જણાવ્યા અનુસાર તેનું દિલ્હીમાં એક મહિલા સાથે અફેર હતું. જેનો પત્ની મીનાક્ષી વિરોધ કરતી હતી અને આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ જ કારણે અશોકે પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

અશોક 17 ફેબ્રુઆરીએ દિલ્હીથી પત્ની સાથે મહાકુંભમાં પહોંચ્યો અને 18 ફેબ્રુઆરીની રાત્રે ઝુંસી વિસ્તારમાં એક લોજમાં રૂમ ભાડે લીધો. અહીં તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્ની મીનાક્ષીનું ગળું કાપીને હત્યા કરી દીધી અને સામાન લઈને ભાગી ગયો. હત્યા બાદ અશોકે તેના પરિવારને ફોન પર જાણ કરી કે તેની પત્ની મહાકુંભમાં ક્યાંક ખોવાઈ ગઈ છે પરંતુ 21 ફેબ્રુઆરીએ મીનાક્ષીનો 22 વર્ષનો પુત્ર અશ્વિન તેની શોધમાં પ્રયાગરાજ પહોંચ્યો અને તેણે પોસ્ટમોર્ટમ હાઉસમાં જઈને માતાના મૃતદેહની ઓળખ કરી.

આ પછી પ્રયાગરાજના ઝુંસી પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી. પોલીસને માહિતી મળી હતી કે અશોક વાલ્મિકીએ કોઈ પણ આઈડી વગર થોડા કલાકો સુધી લોજમાં રૂમ લીધો હતો. અહીં પત્નીની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો. લોંજ મલિકની સૂચના પર 19 ફેબ્રુઆરીએ ઝુંસી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી. લોંજ મલિકે જણાવ્યું કે 500 રૂપિયામાં બંનેએ પતિ-પત્ની તરીકે આ રૂમ લીધો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું કે 17 ફેબ્રુઆરીના રોજ અશોક વાલ્મીકિની પત્ની મીનાક્ષી સાથે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ આવ્યો હતો.

18 ફેબ્રુઆરીએ તેણે ઝુંસીના લોજમાં પત્ની મીનાક્ષીની હત્યા કરી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અશોક દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર છે. પુત્ર અશ્વિન દ્વારા પોલીસે અશોકને પ્રયાગરાજના બૈરહના બોલાવ્યો. 21 ફેબ્રુઆરીએ અશોક બૈરહના પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી તો અશોકે તેની પત્નીની હત્યાની કબૂલાત કરી. તેણે કહ્યું કે દિલ્હીમાં એક મહિલા સાથે તેના અનૈતિક સંબંધો હતા, જેની જાણ મીનાક્ષીને થઈ ગઇ હતી અને તેના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અશોકે છરી વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી નાખી.

અશોકે પોલીસને એ પણ જણાવ્યું કે સંગમ સ્નાન કરતા પહેલા તેણે 22 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જે તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને તેના થોડા કલાકો બાદ તેણે તેની પત્ની મીનાક્ષીની હત્યા કરી નાખી. અશોકે પોલીસ પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો કર્યો કે તે 4 મહિનાથી તેની પત્નીની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. ઝુંસી પોલીસ સ્ટેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, મૃતક મીનાક્ષી મૂળ બુલંદશહરની રહેવાસી હતી. તે છેલ્લા ઘણા સમયથી તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેતી હતી.

Previous Article

કિંજલ દવે પહોંચી મહાકુંભ, સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી- જુઓ તસવીરો અને વીડિયો

Next Article

બધા તેમની જગ્યાએ ઊભા રહી ગયા, પૂરો મોલ ઠપ- બેંગલુરુ વાળાએ આવી રીતે મનાવ્યો વિરાટ કોહલીની સદીનો જશ્ન

error: Protected Content!
Exit mobile version