સુરતના લસકાણા પાસે તેજ રફતાર કાર બે બાઈકને ટક્કર માર્યા બાદ પલટી ખાઇ ગઇ, સગા ભાઇ-બહેન સહિત ત્રણના મોત

સુરતના લસકાણામાં કાર ચાલકે બે બાઈકને અડફેટે લીધી, સગા ભાઈ-બહેન સહિત 3 લોકોના મોત
સુરતના લસકાણા રોડ પર કાર ચાલકે બાઈકસવારોને લીધા અડફેટે, 2ના મોત, એકના જીવન મરણ વચ્ચે ઝોલા

સુરતમાંથી હાલમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી, 23 ફેબ્રુઆરીએ સાંજના સમયે લસકાણા ચાર રસ્તા પાસે તેજ રફતાર કારેકે વારાફરથી બે બાઈકને ટક્કર મારી અને પછી કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી પલટી મારી ગઇ. આ અકસ્માતમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા.

એક યુવતીને ગંભીર ઇજાને પગલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જો કે તેનું પણ આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગાં ભાઈ-બહેનનાં મોતથી પરિવાર આઘાતમાં છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ આ મામલે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ ગજેરા અને તેની બહેન શોભા સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા ત્યારે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી અને આ પછી 48 વર્ષીય મહેશભાઈ લાઠિયાને પણ અડફેટે લીધા. બે બાઈકને અડફેટે લીધા બાદ કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી અને ત્યાં પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઇ.

આ અકસ્માતમાં રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠિયાનું ગંભીર ઈજાને પગલે મોત થયુ, જ્યારે રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ તેનું પણ આજે મોત થયુ હોવાની ખબર છે. ઘટના બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. કારચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અર્જુન બાલુભાઈ વિરાણી હોવાનું સામે આવ્યુ છે, જેના વિરૂદ્ધ લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને અટકાયત કરી છે.

મૂળ ભાવનગરના બગદાણાના વતની મહેશભાઇ લાઠિયાનું મોત નિપજ્તા બે પુત્રી અને એક પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાથમિક પૂછપરછમાં કારચાલક અર્જુને જણાવ્યુ કે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ ગયું હતુ.

Previous Article

ભારતના 22 પંડિતોએ કાળા જાદુથી હરાવ્યા...શું-શું બકી રહ્યા છે પાકિસ્તાની મીડિયા વાળા...હસી હસીને બઠ્ઠા વળી જશો- જુઓ વીડિયો

Next Article

લગ્નના બંધનમાં બંધાયો ટીવી એક્ટર 'બાલવીર', લોન્ગ ટાઇમ GF સાથે શેર કર્યા નેપાળમાં લગ્ન- જુઓ ખૂબસુરત તસવીરો

error: Protected Content!
Exit mobile version