આદિયોગીના શરણે કોકિલકંઠી કિંજલ દવે, ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો ખૂબસુરત અવતાર

ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતી બનેલી કોકિલકંઠી કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ કિંજલ દવે મહાકુંભ પહોંચી હતી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેનો ભાઇ પણ તેની સાથે હતો.

ત્યારે મહાકુંભ બાદ કિંજલ દવે મહાશિવરાત્રિના પાવન પર્વ પર આદિયોગીના શરણે પહોંચી હતી. આ દરમિયાન તેનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો. કિંજલ થ્રી-પીસ ડ્રેસમાં ક્યુટ અને ખૂબસુરત લાગી રહી હતી. તેણે એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે. આ વીડિયો શેર કરતા કિંજલે લખ્યુ- આદિયોગી મહાદેવ ભોળીયા 🙏🏻 🕉️🔱 #mahashivratri, Feel Blessed beyond words ❤️.

જણાવી દઇએ કે, ગુજરાતી ‘ગરબા ક્વિન’ કિંજલ દવે તેના અવાજની સાથે-સાથે ફેશન સેન્સને લઈને પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. કિંજલનો લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ ફેન્સ લાઈક અને કોમેન્ટનો વરસાદ કરી દે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version