પ્રેમી સાથે ‘સૈયારા’ જોવા ગઇ હતી છોકરી, પાછળથી આવ્યો બીજો BF….ટોર્ચ લઇને શોધતી જોવા મળી પોલિસ

પ્રેમી સાથે ‘સૈયારા’ જોવા ગઇ હતી છોકરી, પાછળથી આવ્યો બીજો BF….ટોર્ચ લઇને શોધતી જોવા મળી પોલિસ, જુઓ પછી શું થયું

તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘સૈયારા’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી છે. આ ફિલ્મ ખાલી કમાણીની બાબતમાં આગળ નથી પણ ઓડિયન્સના હૃદયને પણ સ્પર્શી રહી છે. ખાસ કરીને 15 થી 30 વર્ષની ઉંમરના યુવા દર્શકોમાં આ ફિલ્મ પ્રત્યે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ફિલ્મના વખાણ કરી રહ્યા છે. કેટલાક દર્શકોને એવા અનુભવો પણ થયા છે કે તેઓ ફિલ્મ જોયા પછી એટલા ભાવુક થઈ ગયા હતા કે પોતાને કાબૂમાં રાખી શક્યા નહીં.

આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ક્રેઝ એટલી હદે પહોંચી ગયો છે કે ઇન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ખૂબ જ અજીબોગરીબ છે. હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે થિયેટરમાં સૈયારા જોઇ રહી હોય છે જ્યારે ત્યાં તેને તેનો બીજો બોયફ્રેન્ડ પણ દેખાય છે. જણાવી દઈએ કે આ ઘટના લખનઉની છે, જ્યાં પોલીસ અચાનક એક થિયેટરમાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે છોકરીના બે બોયફ્રેન્ડ છે અને તે એક બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય છે, પરંતુ પછી તેનો બીજો બોયફ્રેન્ડ પણ અચાનક ત્યાં આવી જાય છે.

પોલીસને અચાનક થિયેટરમાં આવતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે પોલીસ થિયેટરમાં કોને શોધવા આવી છે. લોકો આ વાયરલ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “છોકરી સૈયારા જોવા તેના બીજા સૈયારાને છોડીને જાય છે.” બીજા એક યુઝરે લખ્યું, “શું પોલીસ હવે છોકરીની ધરપકડ કરશે અને તેને લઈ જશે ?” અન્ય એક યુઝરે લખ્યું, “આ એક ભયંકર કલિયુગ છે. પોલીસે આ છોકરીની ધરપકડ કરવી જોઈએ જેથી તે ફરીથી આવું કૃત્ય ન કરે.”

Previous Article

મહેસાણામાં બની ભયંકર ત્રિપલ અકસ્માત ઘટના, મુસાફરો ભરેલી કાર થઈ ગઈ કચ્ચરધાણ, 1 બાળકનું મોત, 8ને ઈજા

Next Article

ક્લાસરૂમમાં ભણી રહ્યા હતા બાળકો ત્યારે જ પડી સરકારી સ્કૂલની છત, 6 બાળકોના મોત; જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version