આજકાલ લોકો ઇન્ટરનેટ પર વાયરલ થવાના એટલા વ્યસની થઈ ગયા છે કે તેઓ પોતાના લગ્નથી લઈને હનીમૂન સુધીના વીડિયો પણ શેર કરવામાં અચકાતા નથી. કેટલાક તો આગળ વધીને પોતાની ખાનગી ક્ષણોને લાઈવ પણ કરી દે છે. પરંતુ હાલમાં જ વીડિયો વાયરલ થયો છે તેણે નેટીઝન્સને દંગ કરી દીધા છે.
વાયરલ ક્લિપમાં, એક છોકરીએ એવો વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. આ વાયરલ વીડિયોમાં, છોકરી સીધી પૂછી રહી છે, શું તમને 5 કરોડ જોઈએ છે કે મારી સાથે હનીમૂન ? આ પ્રશ્ન સાંભળીને, નેટીઝન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ, અને કોમેન્ટ સેક્શનમાં, લોકોના જવાબોનો વરસાદ શરૂ થઈ ગયો.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @aishwaryalove234 હેન્ડલ પરથી ઐશ્વર્યા નામના યુઝરે શેર કર્યો છે, જેના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, શું તમે મારી સાથે લગ્ન કરશો ? રસપ્રદ વાત એ છે કે, તેની પોસ્ટ પર લાઈક્સની સંખ્યા ઓછી હોવા છતાં, હજારોમાં કોમેન્ટ્સ આવી છે.
