જીવનમાં ક્યારેય રેપિડો નહિ કરે યુવતી, બાઈક ચાલકે બધા જ ભગવાન એકસાથે યાદ કરાવી દીધા, જુઓ વાયરલ વીડિયો

ઈન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થતાં હોય છે. આપને અનેક વીડિયો જોતાં હોઈએ છીએ, જે ઘણા વાયરલ થતાં હોય છે.અને એમાં પણ આનું એવા અજબ-ગજબના અથવા તો ફની હોય છે કે આપને હસવાનું રોકી શકતા નથી, તાજેતરમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એક છોકરીએ રેપિડો રાઇડ પર જતાં વખતે ઉતાર્યો હતો. વાતાવરણનો આનંદ માણતી હતી અને અચાનક બન્યું એવું કે,આ વીડિયો વાયરલ થઈ ગયો.

આપણે પહેલા એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા રિક્ષા, બસ કે તેનો ઉપયોગ કરતાં હાલમાં અનેક એવી સર્વિસ નીકળી છે કે જે લોકો યુઝ કરતાં હોય છે. આ વીડિયોમાં પણ જોઈ શકે છે.જેમાં એક છોકરી રેપિડો રાઇડમાં બાઈક પાછળ બેસી રહી છે અને ક્યાંક જઈ રહી છે. તે સમયે એણે હેલમેટ પહેર્યું નથી. હવે એવું બની શકે કે રેપિડો વાળાએ તેને હેલમેટ આપ્યુ જ ન હોઈ, કારણ કે વીડિયોના અંતે પણ તે હેલમેટ વગર જોવા મળે છે. શરૂઆતમાં છોકરીએ રેપિડો રાઇડ પર જતાં વીડિયો રેકોર્ડ કર્યો હતો અંતે તે વીડિયો બંધ કરવાનો વિચાર કરતી હતી કે એ સમયે કાંડ થાય છે. રેપિડો વાળાની બાઈક કોઈ સાથે અથડાય છે અને અચાનક છોકરી પડી જાય છે. અને તેનો પગ બાઈકના નીચે ફસાઈ જાય છે અને તે ચીસો પાડીને કહે છે, “ભાઈ મારો પગ, પગ, પગ, મારો પગ”.

ત્યાર બાદ એ શખ્સ તેને ઉભી કરતો જોવા મળે છે. હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો કોમનેટ કરી રહ્યા છે. વીડિયોમાં લખાયું છે, “આજે રેપિડો વાળા ભાઈએ બધા ભગવાન એકસાથે યાદ અપાવી દીધા.” આ વાયરલ વીડિયો જોઈને એક યુઝરે કમેન્ટ કરી, “બની ગઈ રીલ, કેવી લાગે છે?” બીજા યુઝરે લખ્યું – “આ તો મોયે મોયે થઈ ગયું દીદીનું, રીલની રેલ બની ગઈ.

Previous Article

આ છોકરીએ પૂછ્યો અજીબો ગરીબ સવાલ....'5 કરોડ કે મારી સાથે હનીમુન ?'- વીડિયો જોઇ પબ્લિક પણ હેરાન

Next Article

બાબાને પણ ચડ્યો સૈયારાનો બુખાર, થિયેટરમાં જ બનાવી એવી રિલ, કે જોઈ પણ રહી જશો દંગ

error: Protected Content!
Exit mobile version