બાળકીનું લાપતા થવાનું રહસ્ય જાણવા નદીમાં ઉતર્યો રિપોર્ટર, ઠીક નીચે હતી લાશ, પછી જે થયુ- એ આખી ઉંમર નહિ ભૂલી શકે
બ્રાઝિલની એક છોકરી ઘણા સમયથી નદીમાં લાપતા હતી. શોધખોળ કામગીરી છતાં તેને શોધવામાં કોઈ સફળતા મળી નહિ. પરંતુ એક પત્રકારને લાઈવ રિપોર્ટિંગ દરમિયાન ગુમ થયેલી છોકરીનો મૃતદેહ મળ્યો. આ ઘટના ઉત્તર પૂર્વ બ્રાઝિલના બકાબાલ શહેરમાં બની હતી. અહીં 13 વર્ષની છોકરી રાઇસા તેના મિત્રો સાથે તરવા માટે મેરીમ નદીમાં ગઈ હતી. આ પછી તે ગુમ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પત્રકાર લેનિલ્ડો ફરાઝાઓ મેરીમ નદીના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.
તે નદીની અંદર કમર સુધીના પાણીમાં ઊભા હતા અને કહી રહ્યા હતા કે આ તે જગ્યા છે જ્યાં છોકરીને છેલ્લે જોવામાં આવી હતી. ત્યારે જ તેમણે કેમેરા સામે ચોંકી કહ્યું કે તેને પાણીની નીચે કંઈક અથડાતું લાગ્યું. તે તરત જ પાછળ હટી ગયો અને તેની ટીમને કહ્યું, “મને લાગે છે કે અહીં પાણીની નીચે કંઈક છે.” પત્રકારે અનુમાન લગાવ્યું કે પાણીની નીચે હાથ જેવું કંઈક હોઈ શકે છે. પણ તેણે એમ પણ કહ્યું કે કદાચ તે માછલી પણ હોઈ શકે છે.
આ ઘટના બાદ ફાયર ફાઇટર અને ડાઇવર્સ દ્વારા ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. રાઇસાનો મૃતદેહ તે જ જગ્યાએથી મળી આવ્યો હતો જ્યાંથી પત્રકાર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. શોધખોળ દરમિયાન ડાઇવર્સને છોકરીનો મૃતદેહ બરાબર તે જગ્યાએ મળ્યો જ્યાં પત્રકાર ઊભા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, છોકરીનું મૃત્યુ ડૂબવાથી થયું હતું. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. આ ઘટના સમગ્ર બ્રાઝિલમાં ભાવનાત્મક ક્ષણ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.
😨Reportero pisa accidentalmente el cuerpo de una menor desaparecida
Mientras cubría la desaparición de una niña de 13 años en un río del noreste de Brasil, un reportero pisó accidentalmente su cuerpo, hallado en el mismo lugar donde grababa su reportajehttps://t.co/u53gtmZOMj pic.twitter.com/suWLOdk4oe
— Sepa Más (@Sepa_mass) July 21, 2025
