સીધી સાદી અને સંસ્કારી હિરોઈન કિયારા અડવાણીએ આ ફિલ્મમાં દેખાડ્યો બિકિની અવતાર, જોઈને અચંબામાં પડી જશો, જુઓ
મે 2025માં જ્યારે વોર 2નું ટીઝર રિલીઝ થયું ત્યારે કિયારા અડવાણીના બિકિની લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. જો કે 25 જુલાઇ શુક્રવારે જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ચાહકોએ કિયારાના દમદાર અવતારની પ્રશંસા કરી. હ્રતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે કિયારાના એક્શન સીન્સ અને આકર્ષક લુકે બધાનું ધ્યાન ખેંચ્યું.
તાજેતરમાં માતા બનેલી કિયારા વોર 2ના ટ્રેલરમાં બિકીનીમાં તેના ટોન્ડ બોડી અને કોન્ફિડન્સ સાથે જોવા મળી હતી. તેનો લુક ચાહકોને ખૂબ ગમ્યો અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા. કેટલાક તેને સૌથી હોટ કહી રહ્યા છે, જ્યારે કેટલાક કહે છે કે તેનું એક્શનથી ભરપૂર પાત્ર બધાને આશ્ચર્યચકિત કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેશન સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અદજાનિયાએ કિયારાનો લુક ડિઝાઇન કર્યો છે. તેમણે જણાવ્યું કે કિયારાનો બિકીની લુક એક ખાસ રંગમાં છે – લીલો કે પીળો નહીં, પરંતુ આ બંને વચ્ચે એક અનોખો રંગ છે જે દરેકને આકર્ષે છે.
❤️#KiaraAdvani ❤️
Teaser – Back view of Bikini
Trailer – Front view of Bikini
Movie – Full view of Bikini
Expectation So high FDFS pic.twitter.com/1YbbC6AsAm— (@actress_xavior) July 25, 2025
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત ‘વોર 2’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે, જે 2019 ની સુપરહિટ ફિલ્મ વોરની સિક્વલ છે.આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ એક એક્શન ફિલ્મ છે. ચાહકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
કિયારા અડવાણી આ મહિને જ માતા બની છે. તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બાળકીના જન્મની માહિતી આપી હતી. કિયારા અને કપલની દીકરીનું ઘરે ખૂબ જ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વોર 2 વિશે વાત કરીએ તો, જુનિયર એનટીઆર આ ફિલ્મ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
