રિયલ પિતાને સંભાળતા જોવા મળ્યા જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશી, બાપુજી અમિત ભટ્ટ પણ પિતા સાથે થયા સ્પોટ; જુઓ ખુબસુરત તસવીરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મોટાભાગના લોકોનો પ્રિય શો છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. 17 વર્ષ પહેલાં નાના પડદા પર શરૂ થયેલ ગોકુલધામ સોસાયટીની કહાની હવે ઘણી આગળ વધી ગઈ છે. શોમાં જોવા મળતી ટપ્પુ સેના હવે મોટી થઈ ગઇ છે, ઘણા કલાકારો બદલાઈ ગયા છે, દયા બેનની વર્ષોથી રાહ જોવાઇ રહી છે. આ બધી બાબતો આ શોની લોકપ્રિયતા દર્શાવે છે.

પાછલા વર્ષોમાં ઘણા વિવાદોમાં ઘેરાયેલો હોવા છતાં આ શો TRP રેસમાંથી બહાર નથી ગયો અને તેના દરેક પાત્રને લોકોનો ઘણો પ્રેમ મળે છે. સૌથી લોકપ્રિય પાત્ર વિશે વાત કરીએ તો, તે બીજું કોઈ નહીં પણ જેઠાલાલનું મુખ્ય પાત્ર છે, જે લોકોના પ્રિય છે. જેઠાલાલનું પાત્ર એક પરિવારના માણસનું છે, જે તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. એટલું જ નહીં, તે એક સારો પુત્ર છે જે ફક્ત તેના પિતાનો આદર જ નથી કરતો, પણ તેમના દરેક નિર્ણયને સ્વીકારે છે.

આ પાત્ર ગુજરાતી રંગભૂમિમાં એક મોટું નામ ધરાવતા પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશી દ્વારા ભજવવામાં આવી રહ્યુ છે. દિલીપ જોશી ઘણા વર્ષોથી આ શો દ્વારા લોકોને હસાવી રહ્યા છે. તેમણે ના માત્ર નાના પડદા દ્વારા દરેક ઘરમાં પોતાની છાપ છોડી, પરંતુ એક સુંદર પિતા-પુત્રનો સંબંધ પણ સ્થાપિત કર્યો, જ્યાં આદર, ભય, પ્રેમ, ચિંતા દેખાતી હતી. શોમાં અમિત ભટ્ટ જેઠાલાલના પિતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંને વચ્ચેના સંબંધોની લોકોએ પ્રશંસા કરી છે.

ત્યારે તાજેતરમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના 17 વર્ષની ઉજવણીમાં જેઠાલાલ તેમના રીલ પિતા સાથે નહીં, પરંતુ રિયલ પિતા સાથે જોવા મળ્યા. આ દરમિયાન, તેમની માતા પણ સાથે જોવા મળ્યા હતા. અહીં પણ અભિનેતા એક આદર્શવાદી પુત્ર તરીકે ઉભરી આવ્યા. તેમણે માતા-પિતાને સ્ટેજ પર સ્થાન આપ્યું અને સંભાળ્યા પણ ખરા… જેઠાલાલ તેમનો હાથ પકડતા અને તેમને ટેકો આપતો જોવા મળ્યા.આ ઉપરાંત બાપુજીનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ પણ તેમના પિતા સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર દીલિપ જોશી અને અમિત ભટ્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Previous Article

હે ભગવાન, આ તો છોકરાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે...મેકઅપનો વીડિયો જોઇ તમે પણ રહી જશો હેરાન

Next Article

બ્રાલેટ અને ચેક્ડ સ્કર્ટમાં કરીના કપૂરે બતાવી મનમોહક અદાઓ, યુઝર બોલ્યા- હલકટ જવાની...

error: Protected Content!
Exit mobile version