ગેટ પાસે શ્વાન સાથે રમી રહ્યો હતો સિક્યોરિટી ગાર્ડ, અચાનક થયુ એવું કે…CCTV ફુટેજમાં ખુલ્યો રાઝ

સોસાયટીઓ અને જાહેર સ્થળોએ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો, જેમાં એક ચોકીદાર તેની ગાર્ડ ડ્યુટી દરમિયાન ગેટ પાસે શ્વાન સાથે રમી રહ્યો હતો. આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું અને એક શ્વાન દ્વારા અચાનક થયેલા હુમલાની આખી કહાની પ્રકાશમાં આવી.

વીડિયોમાં જોઈ શકાય છે કે સોસાયટીના ગેટ પાસે એક ગાર્ડ ઊભો છે અને સફેદ શ્વાન સાથે રમી રહ્યો છે. ગાર્ડ શ્વાનને પ્રેમથી વહાલ કરે છે અને શ્વાન તેની પાસે શાંતિથી બેસે છે. ગાર્ડને ખબર નહોતી કે તેની આસપાસ બીજા કેટલાક શ્વાન છે તે તેના પર હુમલો કરી દેશે. અચાનક એક શ્વાન ગાર્ડ પર હુમલો કરે છે. આ શ્વાન એટલી ઝડપથી હુમલો કરે છે કે ગાર્ડને સ્વસ્થ થવાનો સમય મળતો નથી.

શ્વાન ચોકીદારનો હાથ પકડી લે છે, જેના કારણે ચોકીદાર પીડાથી ચીસો પાડવા લાગે છે. ગાર્ડ શ્વાનનો હાથ છોડાવવા માટે વારંવાર તેને મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ શ્વાન સાંભળતો નથી અને તેને ખેંચીને જમીન પર પછાડી દે છે. ગાર્ડને શ્વાનથી પોતાને મુક્ત કરાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આખરે તે શ્વાનના ચુંગાલમાંથી પોતાને બચાવવામાં સફળ થાય છે, પરંતુ તેનો હાથ ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે.

વીડિયોમાં શ્વાનનું આક્રમક સ્વરૂપ જોઈને સ્પષ્ટ થાય છે કે રખડતા શ્વાન ઘણીવાર મોટો ખતરો બની શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ અચાનક હુમલો કરે છે. આ વીડિયો ટ્વિટર પર @gharkekalesh નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અંગે લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Previous Article

હાથી પાછળ ભગાવી રહ્યા હતા JCB, ગજરાજે ગુસ્સામાં કર્યો એવો પલટવાર કે...મશીનના હલી ગયા પરખચ્ચા

Next Article

બોલીવુડની સૌથી સુંદર હસીનાનો મનમોહક અંદાજ, શર્ટના બટન ખોલી બ્રાલેટ અને બ્લેઝરમાં આપ્યા બોલ્ડ પોઝ

error: Protected Content!
Exit mobile version