શું સાચેમાં આ લોકો પ્લેનને ધક્કો મારી રહ્યા છે? વીડિયો જોઈ હેરાન થઇ રહ્યા છે લોકો , જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું હબ છે. અહીં દરરોજ અલગ-અલગ પ્રકારના વાયરલ વીડિયો જોવા મળે છે. જો તમારું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે તો તમે કોઈ ને કોઈ સમયે કોઈ વાયરલ વીડિયો જોયો જ હશે.

અમુક વિડીયો આપણને ખૂબ હસાવે છે, અમુક આપણું મન હલાવી નાખે છે અને અમુક આપણને ચોંકાવી દે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા દંગ રહી ગયા છે. આ વીડિયો નેપાળના એરપોર્ટનો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર હજારો વ્યૂઝ પણ એકત્રિત કર્યા છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો મોટા પ્લેનને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો પ્લેનના પૈડા પાસે ઉભા છે અને તેને પૂરી તાકાતથી ધક્કો મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે વીડિયોમાં લોકો પ્લેનને કેમ ધક્કો મારી રહ્યા છે?આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @hvgoenka નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વીડિયોને અત્યાર સુધીમાં 46 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ઘણા લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “ભાઈ, તેઓ શું કરી રહ્યા છે?” અન્ય એક યુઝરે લખ્યું કે, શું અદ્ભુત યુક્તિ છે યાર.વાસ્તવમાં આ ઘટના નેપાળના બાજુરા એરપોર્ટ પર બની હતી. અહીં એક ગંભીર ઘટના બની હતી જેના કારણે લોકો પ્લેનને ધક્કો મારી રહ્યા હતા. તારા એરલાઇન્સના નાના પ્લેનનું લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું હતું. તેને સલામત સ્થળે લઈ જવા માટે આ પગલું ભર્યું હતું.

Previous Article

ડાન્સર યુવતી સાથે યુવકે સ્ટેજ પર જ કર્યું એવું, સિંદૂર લગાવી... ચૂંદડી પેહરાવી... જુઓ વાયરલ વીડિયો

Next Article

હનીમૂન પર ગયેલું કપલ ધોધ પાસે એવો વીડિયો બનાવ્યો કે થઈ ગયો વાયરલ, લોકોના હોંશ ઉડ્યા, જુઓ

error: Protected Content!
Exit mobile version