ઓય DJ ગાના ચલા… દુલ્હનની એન્ટ્રી પર ગીત બંધ થયુ તો દુલ્હને ગુસ્સામાં આવી જે કહ્યુ તે સાંભળી પેટ પકડી હસશો…જુઓ વીડિયો

લગ્ન સાથે જોડાયેલા ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જે દુલ્હનની એન્ટ્રીનો છે ને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈ હસતાં હસતાં પેટ દુખી જશે. વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હન મંડપમાં આવવા માટે તૈયાર હતી પરંતુ એન્ટ્રી સમયે જ કંઈક એવું બન્યું જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ.

આવી સ્થિતિમાં દુલ્હો જે કન્યાની રાહ જોઇ રહ્યો હતો ને સુંદર સપના જોતો હતો તેની ઇચ્છાઓ ચકનાચૂર થઈ ગઇ. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @theeventspectrum નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે ને 10 લાખથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે, જ્યારે આ વીડિયોને 2 લાખથી વધુ શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોશો કે દુલ્હન સજી-ધજી ધીમે ધીમે મંડપ તરફ આગળ વધી રહી છે. તેને જોઈને લાગે છે કે તે કેટલી નમ્ર, સુંદર અને સંસ્કારી છોકરી છે.

પરંતુ એન્ટ્રી પહેલા દુલ્હનની એવી સ્ટાઇલ જોવા મળી કે લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા. દુલ્હન જેવી આગળ વધી કે ડીજે બંધ થઈ ગયુ. મ્યુઝિક ન હોવાથી દુલ્હન ગુસ્સે થઈ ગઈ. પરંતુ આ પછી દુલ્હનએ જે કર્યું તે આશ્ચર્યજનક હતું. દુલ્હને જોરથી બૂમ પાડી ને કહ્યુ- ‘ઓય ડીજે, ગાના ચલા..’. દુલ્હન આ સમયે ગુસ્સે ભરાઇ જાય છે, પછી તરત તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે ને તે સ્માઇલ સાથે કહે છે કે મારી એન્ટ્રીની બેન્ડ બજાવી દીધી. આ પછી મ્યુઝિક વાગે છે ને તે આગળ વધે છે.

Previous Article

51ની ઉંમરે પણ 30ની લાગે છે મલાઇકા અરોરા, બોલ્ડ ફોટોથી ઇન્ટરનેટ પર મચાવે છે તબાહી; તસવીરો જોશો તો ખલબલી મચી જશે

Next Article

યુવકે ‘નો હેલ્મેટ નો ફ્યુઅલ’નો નીકળ્યો દેશી જુગાડ, વાયરલ વીડિયો જોઈ યુઝર્સે કેહવા લાગ્યા કે ભારતમાં દરેક...

error: Protected Content!
Exit mobile version