રિક્શા ચલાવી આ યુવક મહિને કમાય છે લાખો રૂપિયા, ‘આપણે શું હવે કામ-ધંધો છોડી દઈએ?’ વીડિયો જોઇ ચકરાઇ જશે તમારુ દિમાગ

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થાય છે, જ્યાં સામાન્ય કામ કરતા લોકો પણ કોર્પોરેટ પગાર કરતાં વધુ કમાય છે. ક્યારેક મોમોઝ વેચનારની રોજની કમાણી ચોંકાવનારી હોય છે તો ક્યારેક ચા વેચનારની… ઘણીવાત તો લોકો નોકરી છોડવાનું પણ વિચારવા લાગતા હોય છે. ત્યારે આવો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જાપાની રિક્ષાચાલકની કમાણીએ બધાને ચોંકાવી દીધા છે.

ટ્રાવેલ વ્લોગર આકાશ ચૌધરીએ શેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું કે જાપાનમાં રિક્ષાચાલકો 10 મિનિટની સવારી માટે લગભગ 2700 રૂપિયા (5000 યેન) ચાર્જ કરે છે. જો તેઓ એક દિવસમાં 10 રાઈડ પણ કરે તો તેમની દૈનિક કમાણી રૂ.25,000 થી રૂ. 30,000 સુધીની હોય છે. એટલે કે તેમની મહિનાની કમાણી 8 થી 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વીડિયો પર કેટલાકે પોતાની પ્રતિક્રિયા આપી અને લખ્યું, ‘હજુ ગરીબ ?’

બીજા એકે લખ્યું, ‘જાપાનમાં સરેરાશ માસિક પગાર 1.7 લાખ રૂપિયા છે, તો 6-7 લાખ રૂપિયા કમાવનાર ગરીબ કેવી રીતે હોઈ શકે?’ કેટલાકે તો એવું કહ્યું કે, ત્યાંની જીવનશૈલી એટલી મોંઘી છે કે આટલી કમાણી કરવા છતાં લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સેલરી એક્સપ્લોરર અનુસાર, જાપાનમાં સરેરાશ વાર્ષિક પગાર 6,170,000 યેન (લગભગ 45,453 ડોલર) છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 35.16 લાખ થાય છે.

Previous Article

રૂમમાં સુઈ રહ્યો હતો યુવક, એવામાં જ અચાનક વાંદર એ આવીને કર્યો હુમલો, પછી જે થયું તે જોઈ યુઝર્સ...જુઓ વીડિયો

Next Article

દુનિયાની સૌથી ઠંડી જગ્યા પર ફરવા ગયો આ છોકરો, ઠંડી એવી કે જામી ગયુ થૂંક- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version