બિહારમાં એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. એક યુવક સરઘસમાં ભાગ લેવા ગયો, જ્યાં તે ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરતી છોકરી સાથે પ્રેમમાં પડ્યો. તેણે સ્થળ પર યુવતીની માંગમાં સિંદૂર ભરી અને તેને તેની પત્ની બનાવી. છોકરાના આ પગલાંની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયો બિહારનો હોવાની જાણ કરવામાં આવી રહી છે.બિહારમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.
લગ્નમાં મહેમાનોનું મનોરંજન કરવા માટે ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓર્કેસ્ટ્રામાં એક છોકરી ડાન્સ કરતી હતી. યુવકને આ છોકરીને પ્રથમ નજરમાં જ ગમી ગઈ. યુવક યુવતીથી એટલો પ્રભાવિત થયો કે તે વિલંબ કર્યા વિના સ્ટેજ પર ચઢી ગયો. તેના હાથમાં સિંદૂર હતું. તેણે છોકરીની માંગમાં બધાની સામે જ સિંદૂર ભરી દીધું. આ રીતે તેણે છોકરીને તેની પત્ની તરીકે સ્વીકારી લિધિ.બિહારમાં લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
છોકરના પરિવારના સભ્યો છોકરીના પરિવાર વિશે સંપૂર્ણ માહિત ભેગી કરે છે. પરંતુ આ યુવકે બધી ધાર્મિક વિધિઓ અને રિવાજોને તોડીને એક અનોખું પગલું ભર્યું છે. તેણે ઓર્કેસ્ટ્રામાં નૃત્ય કરતી છોકરી સાથે લગ્ન કરીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. લોકો સામાન્ય રીતે ઓર્કેસ્ટ્રામાં કામ કરતી છોકરીઓ તરફ આદરથી જોતા નથી. તેઓને ફક્ત ડાન્સ કરવા વાળી સમાજવામાં આવે છે. પરંતુ આ યુવકે છોકરીની માંગમાં સિંદૂર ભરી અને પછી ચૂંદડી પેહરાવી.
આ જોડાને સોશિયલ મીડિયા પર ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. લોકો છોકરાની હિંમતની મિસાલ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે લોકો ખોટી રીતે ઓર્કેસ્ટ્રામાં નૃત્ય કરતી છોકરીઓ તરફ જુએ છે, ત્યારે આ યુવકે તેને તેની પત્ની બનાવીને તે યુવતીનું સન્માન કર્યું છે. આ ખરેખર પ્રશંસનીય છે. જો કે, વાયરલ વીડિયો બિહારના કાયા જિલ્લાનો છે તેની જાણ નથી. કે છોકરા વિશે કોઈ છે.
( નોંધ : જોકે, આ સમાચારની ગુજ્જુરોક્સ પુષ્ટી કરતું નથી )
