સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડીયો વાઇરલ થતાં રહેતા હોય છે કે જે આપણું ધ્યાન ખેંચે છે,અને અમુક વીડીયો એવા પણ હોય છે કે જે જોઈ આપણે હસવાનું રોકી જ ન શકીએ અથવા તો વીડીયો વારમવાર જોવાનું માં થાય.ઘણા વીડીયો તો એવા પણ હોય છે કે તેમની વિચિત્ર હરકતો જોઈ હસવાનું મન થાય, હાલમાં જ એક વીડીયો કે જે સોશીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
આ દિવસોમાં એક હૈદરાબાદી દેશી આંટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે દેશી આન્ટી થાઈલેન્ડના પટાયાના રસ્તાઓ પર ચાલતા ચાલતા અચાનક નાચવા લાગે છે અને તેઓની ડાન્સ કરવાની સ્ટાઈલ જોઈને તમે ચોંકી જશો કે અરે આ શું? ડાન્સ જોયા પછી લોકો તેમનો કોન્ફિડન્સ જોઈ વખાણ કરી રહ્યા છે.
એક આન્ટીએ સાડી પહેરી છે, તો બીજા આંટીએ સલવાર સૂટ પહેર્યો છે. સાડીમાં આન્ટીના હાવભાવ જોઈને તમે પોતાનું હસવાનું રોકી જ નહીં શકો.
જણાવી દઈએ કે આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર priyareddybtiktok નામના એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.ને લોકો તેને એન્જોય પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, ‘જીવન આવું જ હોવું જોઈએ’ તો બીજા યુઝરે કહ્યું – ‘ગજબનું કોન્ફિડન્સ છે.’
