ખરાબ કારનું રિફંડ ના મળવા પર વ્યક્તિએ શોરૂમમાં જ ઘુસાડી દીધી તેજ રફતાર કાર ! ડરાવી દેશે વાયરલ થઇ રહેલો વીડિયો
ઘણીવાર એવું જોવા મળે છે કે ડીલરો પોતાનો સામાન વેચ્યા પછી હાથ ઊંચા કરી દે છે, આવી જ એક ઘટના અમેરિકાના યૂટામાં બની, જેમાં એક ગ્રાહકે ખામીયુક્ત કારના કારણે ગુસ્સામાં કારના શોરૂમમાં તોડફોડ કરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક કાર ડીલરે એક ગ્રાહકને કાર વેચી હોવાની વાત સામે આવી હતી. પરંતુ શોરૂમમાંથી બહાર નીકળતાની સાથે જ તેની કારમાં સમસ્યા સર્જાઈ. તે પાછો આવ્યો અને ડીલર સાથે દલીલ કરી. શોરૂમમાંથી બહાર નીકળ્યા પછી તરત જ તેને ખબર પડી કે કારમાં ઘણી સમસ્યાઓ છે. જેના કારણે તે ગુસ્સે થઈ ગયો અને તેણે શોરૂમમાં જઈને તેના પૂરા પૈસા પાછા માંગ્યા.
તેણે દાવો કર્યો હતો કે તેને ખામીયુક્ત વાહન વેચવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તેને કારના ઘણા ભાગો ક્ષતિગ્રસ્ત મળ્યા છે. તેણે લાંબા સમય સુધી ડીલર સાથે દલીલ કરી અને તે તેના $4,000 પાછા મેળવવા પર અડગ રહ્યો. જો કે શોરૂમના મેનેજરે કસ્ટમર માઈકલની વાત સાંભળવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે કાર પરત કરવી અને રિફંડ બંને શક્ય નથી.
કારણ કે કાર જેવી છે એ જ કંડીશનમાં વેચવામાં આવી હતી. જો કે રિફંડ પરત ન મળતા અને કાર ખામીયુક્ત હોવાને કારણે નારાજ માઈકલે શોરૂમમાં ધડાકાભેર કાર અથડાવી બધુ વેરવિખેર કરી દીધુ. શોરૂમે દાવો કર્યો હતો કે ગ્રાહકના આ કામથી અંદાજે $10,000નું નુકશાન થયુ છે.
NEW: Utah man drives his car through the front of a Mazda dealership just hours after purchasing the car from the same dealership.
The incident happened in Sandy, Utah, after the man was told he couldn’t return the car.
The man told the dealership that he would drive the car… pic.twitter.com/nNASSjOw0y
— Collin Rugg (@CollinRugg) December 10, 2024
