અરે બાપરે..કિંગ ખાનની રેસ્ટોરાંમાંથી મળ્યું ‘નકલી’ પનીર? યુટ્યૂબરે વીડિયો શેર કરી પોલ ખોલી, પછી..ટોરી રેસ્ટોરન્ટ તરફથી સામે આવી પ્રતિક્રિયા!

‘નકલી પનીર’ પર હોબાળો, ઈન્ફ્લૂએન્ઝરે કર્યો લાઈવ ટેસ્ટ, ગૌરી ખાનના રેસ્ટોરન્ટે યુટ્યુબરના દાવા પર તોડ્યું મૌન!

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનું મુંબઈનું પ્રખ્યાત રેસ્ટોરન્ટ ‘ટોરી’ તેના રીચ ઈન્ટિરીયર અને સેલિબ્રિટીઓની વારંવાર મુલાકાત માટે જાણીતું છે.ત્યારે હાલમાં જ આ રેસ્ટોરન્ટ ચર્ચામાં આવ્યું છે.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે રેસ્ટોરન્ટના પનીરને ‘નકલી’ ગણાવ્યું છે. ઈન્ફ્લૂએન્ઝર અને યુટ્યુબર સાર્થક સચદેવાએ ટોરીની મુલાકાત લીધી હતી અને લાઈવ ટેસ્ટિંગ કર્યું હતું. જેમાં તેમણે પનીર નકલી હોવાનો દાવો કર્યો છે.

વીડીયોમાં જોઈ શકાય છે કે ટ્યૂબર સાર્થક સચદેવાએ મુંબઈનાં ઘણાં સેલેબ્સ રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. સાર્થક વિરાટ કોહલીની વન 8 કોમ્યુન, શિલ્પા શેટ્ટીની બેસ્ટિયન, બોબી દેઓલની સમ પ્લેસ એલ્સમાં આયોડિનની મદદથી પનીર ટેસ્ટ કરે છે.બાદમાં તેઓ ટોરીની પણ મુલાકાત લે છે.

આ દરમિયાન વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવ્યું બાદમાં તેઓ પનીરના ટુકડા પર આયોડિન ટિંકચરનું ટેસ્ટીંગ કરે છે. આ ટેસ્ટીંગ સામાન્ય રીતે સ્ટાર્ચ શોધવા માટે કરવામાં આવે છે. આયોડિનના સ્પર્શથી પનીર કાળું અને વાદળી થઈ ગયું. રંગ બદલાતો જોઈને સાર્થકે કહ્યું, ‘શાહરુખ ખાનના રેસ્ટોરન્ટમાં રહેલું પનીર નકલી હતું.’આ જોઈને મને શોક લાગ્યો.

આ વીડિયો વાયરલ થયા બાદ ગૌરી ખાનના રેસ્ટોરન્ટ ટોરીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.જણાવ્યું છે કે આયોડિન ટેસ્ટ પનીરની અધિકૃતતા નહીં, પણ સ્ટાર્ચની હાજરી બતાવે છે. વાનગીમાં સોયા-આધારિત ઘટકો હોવાથી આ ટેસ્ટમાં આ પ્રકારનું રિએક્શન આવવું અપેક્ષિત છે. અમે અમારા પનીરની શુદ્ધતા અને ટોરીની દરેક વસ્તુમાં ક્વોલિટી આપીએ છીએ.આ સાથે જ સાર્થકે પણ મજાકમાં જવાબ આપતા કહ્યું , ‘તો હવે મને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે? બાય ધ વે, તમારું ભોજન અદ્ભુત છે.’જો કે હાલ આ વીડીયોને લઈને યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Previous Article

પૈસા રિફંડ કરવાની ના પાડી તો કસ્ટમરે શોરૂમમાં ઘુસાડી દીધી કાર, ડીલરે વેચી હતી ખરાબ કાર...જુઓ વીડિયો

Next Article

આ 3 લક્ષણો બતાવે છે કે પતિથી અસંતુષ્ટ છે પત્ની, જાણો આચાર્ય ચાણક્યની વૈવાહિક જીવન સંબંધિત ખાસ વાત

error: Protected Content!
Exit mobile version