મહેંદીની એવી ડિઝાઇન કે જેમાં છૂપાયેલુ છે દુખ-દર્દ-આઝાદી….ડિવોર્સ મહેંદીનો વીડિયો થયો વાયરલ

પરંપરાગત રીતે લગ્ન, પ્રેમ અને ખુશીના પ્રતીક તરીકે ઓળખાતી મહેંદી આજે એક નવી કહાની કહી રહી છે. હવે તે માત્ર બ્રાઈડલ ડેકોરેશન પૂરતી સીમિત નથી રહી પરંતુ તૂટેલા સંબંધો અને સ્ત્રીની સ્વતંત્રતાની કહાનીનું પ્રતીક પણ બની ગઇ છે. હાલમાં “ડિવોર્સ મહેંદી” નો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે લાખો દિલોને હચમચાવી દીધા છે. આ અનોખી મહેંદી કળાની ઉત્પત્તિ વિવાહિત જીવનની મુશ્કેલીઓ અને તે પછી સ્વતંત્રતા મેળવવાની અનુભૂતિને આગળ લાવે છે.

જ્યારે પરંપરાગત મહેંદી જટિલ ડિઝાઇન અને લગ્ન પ્રતીકો દર્શાવે છે, ત્યારે “ડિવોર્સ મહેંદી” સ્ત્રીની પીડા, વિશ્વાસઘાત અને સ્વતંત્રતાની યાત્રાને દર્શાવે છે. ઈન્સ્ટાગ્રામ પર ઉર્વશી વોરા શર્મા એ શેર કરેલા વિડિયોમાં એક મહિલાએ પોતાના હાથ પર સજાવેલી મહેંદી દ્વારા તેના મુશ્કેલ વૈવાહિક જીવનની કહાની સંભળાવી છે. તેની મહેંદી પરંપરાગત ડિઝાઇનને બદલે “ફાઇનલી ડિવોર્સ્ડ” જેવા શબ્દો સાથે તેના પીડાદાયક અનુભવોને પ્રતિબિંબિત કરે છે.

આ ડિઝાઇનમાં એવી ઘટનાઓ દર્શાવવામાં આવી હતી કે જ્યાં એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા નોકર જેવો વ્યવહાર સહન કરવો પડ્યો હતો, એકલતા અનુભવવી પડી હતી અને પતિનો કોઈ ટેકો ન હતો. દલીલો, ગેરસમજણો અને ઊંડા ઉદાસીની ક્ષણોને મેંદી દ્વારા દર્શાવવામાં આવી હતી. આખરે આ મહેંદી એ નિર્ણય દર્શાવે છે જ્યારે તેઓએ તેમના લગ્ન સમાપ્ત કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું. એક યુઝરે લખ્યું, “તમારી પીડા વ્યક્ત કરવાની આ એક અદ્ભુત રીત છે. તેના માટે વધુ શક્તિ !” અન્ય એકે કહ્યું, “મહેંદીની પીડા જોઈને દુઃખ થાય છે, પરંતુ તેને તેની આઝાદીની ઉજવણી કરતી જોઈને પ્રેરણા મળે છે.” એકે લખ્યું, “આ માત્ર કલા નથી, પરંતુ એક આંદોલન છે. મહિલાઓ પોતાની વાર્તાઓ કહે છે.”

Previous Article

આવારા શ્વાન માટે આ દેશે બનાવી છે ખૂબ જ મોટી જેલ, 'આમનું શું થાય છે' પૂછવા પર સામે આવી શોકિંગ વાત

Next Article

લો બોલો ક્યાં જશે સંબધોની મર્યાદા, સગી માસીના જ પ્રેમમાં પડ્યો ભાણેજ, વટાવી તમામ હદ...જાણો સમગ્ર ઘટના

error: Protected Content!
Exit mobile version