દુલ્હને કર્યો આ ગીત પર ધમાકેદાર ડાંસ, દુલ્હાનું રિએક્શન જોઇ ચોંકી ગયા લોકો; 30 મિલિયનથી વધુ લોકોએ જોયો વીડિયો

આજકાલ લગ્નની સિઝનમાં દુલ્હા અને દુલ્હનના ડાન્સ વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હને બધાની સામે ડાન્સ કરીને વરરાજાને ચોંકાવી દીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નની ઉજવણી વચ્ચે દુલ્હન અચાનક લોકપ્રિય ગીત “ચૌધરી” પર નાચવાનું શરૂ કરે છે.

આ જોઈને ત્યાં હાજર મહેમાનો અને વરરાજા પોતે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. થોડી વારમાં વરરાજા પણ દુલ્હન સાથે નાચવાનું શરૂ કરે છે. બંનેને આ રીતે નાચતા જોઈને લગ્નનું વાતાવરણ વધુ ખાસ બની જાય છે. મહેમાનો પણ આ સુંદર ક્ષણનો આનંદ માણતા વીડિયોમાં જોવા મળે છે. અને આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો મીત અને જીનલ નામના કપલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ shaddiwithshahs પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં 30 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં, જીનલ સુંદર ગ્રીન રાજસ્થાની પોશાકમાં જોવા મળી રહી છે, તે લગ્ન સ્થળે પ્રવેશે છે અને “ચૌધરી” ગીત પર નાચવાનું શરૂ કરે છે.

વરરાજા શરૂઆતમાં આ દ્રશ્ય આશ્ચર્યથી જુએ છે, પરંતુ પછી તે પોતાની ખુશી પર કાબુ રાખી શકતો નથી અને દુલ્હન સાથે નાચવા લાગે છે. આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ સમય દરમિયાન, મિત્રો અને પરિવારના સભ્યો દંપતી માટે ખુશી વ્યક્ત કરે છે અને તેમના નૃત્યનો ખૂબ આનંદ માણે છે.

Previous Article

સાપને કપડાની જેમ ધોવા લાગી આ મહિલા, તડકામાં પણ સૂકવ્યા...વીડિયો જોઇ હલી જશો

Next Article

'બીવી હો ઇતની સુંદર તો હસબેંડ હોગા હી દીવાના...' ભૂમિ પેડનેકરની બોલ્ડ અને હોટ તસવીરો પર ફેન્સે કરી કમેન્ટ

error: Protected Content!
Exit mobile version