ચીનમાં ના કાર્ડ ચાલે છે, ના રોકડા અને ના ક્યુઆર…બસ ખાલી હાથ બતાવો અને કપાઇ જાય પૈસા…જુઓ વીડિયો

ચીન ટેક્નોલોજીના મામલે હંમેશા કંઈક નવું અને અનોખું કરતું રહે છે. ત્યાંના લોકો હવે ખરીદી કરવા રોકડ કે કાર્ડનો ઉપયોગ કરતા નથી, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ નથી કરતા. ત્યાં હાથ બતાવીને જ કામ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે ચીન 2050ના જમાનામાં ચાલ્યુ ગયુ છે. ત્યાંના લોકો ખિસ્સામાં પૈસા કે પાકીટ લઈને જતા નથી.

જો કોઈને કોઈ વસ્તુ ખરીદવી હોય અને તેના બદલામાં પૈસા આપવાના હોય તો માત્ર હાથ બતાવવો પૂરતો છે. ચાઈનીઝ દુકાનો અને શોપર્સ માર્ટ્સમાં કાર્ડ સ્વાઈપ કરવું અથવા QR કોડનો ઉપયોગ કરવો એ હવે ભૂતકાળ બની ગયુ છે. લોકો ખરીદી કરે છે અને પછી ચુકવણી સમયે ફક્ત કાઉન્ટર પર હાથ બતાવે છે અને ચુકવણી થઇ જાય છે.

ઈન્સ્ટાગ્રામ પર @ranahamzasaif નામના હેન્ડલથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પોતાનો પંજો બતાવીને પેમેન્ટ કરી શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે તમારે દુકાનમાં તમારા હાથનું સ્કેનિંગ કરાવવું પડશે. આ પછી તમારી બેંક સંબંધિત વિગતો તેમની સિસ્ટમમાં ફીડ થશે. ભવિષ્યમાં જ્યારે પણ તમે તે દુકાનમાંથી ખરીદી કરશો ત્યારે તમે કોઈપણ કાર્ડ અથવા QR કોડ વિના ફક્ત તમારા હાથને સ્કેન કરી ચુકવણી કરી શકો છો.

તમે સમગ્ર ચીનમાં તે સ્ટોરની કોઈપણ શાખામાં આ રીતે ચુકવણી કરી શકો છો. ત્યારે આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે ભારતમાં તો ફક્ત અમારા નામે જ ઉધાર મળી જાય છે. અન્ય એક યુઝરે લખ્યું કે અમારા ત્યાં તો અંગૂઠો લગાવી પેમેન્ટ કરવામાં આવે છે, આ કોઈ નવી વાત નથી. આ સિવાય પણ ઘણા લોકોએ ખૂબ જ રસપ્રદ કોમેન્ટ્સ કરી છે.

Previous Article

જ્યારે નીકળ્યા જંગલના રાજા, રસ્તા પર થમી ગઇ વાહનોની રફતાર...! વીડિયો જોઇ વધી જશે ધડકન

Next Article

વિદેશમાં પહોંચી દેશી આંટી, થાઈલેન્ડની પતાયાની ગલીઓમાં એવી હરકતો બતાવી છે કે પૂછો જ નહીં... જોઈ તમે પણ ચોંકી જશો!

error: Protected Content!
Exit mobile version