સાવકી દીકરીના આરોપો પર ભડકી ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી, મોકલી 50 કરોડની માનહાનિની નોટિસ

પોપ્યુલર ટીવી શો અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં છે. થોડા સમય પહેલા તેની સાવકી દીકરી ઈશા વર્માએ તેના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ઈશાનો આરોપ હતો કે જો તે તેના પિતાને ફોન કરે તો રૂપાલી મારી નાખવાની ધમકી આપતી અને તે પિતાને ખોટી દવાઓ પણ આપે છે. ઈશાના ગંભીર આરોપોના જવાબમાં રૂપાલી ગાંગુલીએ તેની સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. રૂપાલીએ નોટિસમાં કહ્યું છે કે ઈશાના આરોપોને કારણે તેને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડી છે.

રીપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલીએ આ નોટિસ વકીલ સના રઈસ ખાન મારફતે ઈશા વર્માને મોકલી છે. સનાએ કહ્યું- ‘અમે પોતાને સાવકી દીકરી હોવાનો દાવો કરતી છોકરીને તેના ખોટા અને ઈમેજને નુકસાન પહોંચાડનારા દાવાઓને કારણે આ બદનક્ષીની નોટિસ મોકલી છે. આ દાવાઓ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવ્યા છે. આ કારણોસર આ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું હતું. આ સાથે સનાએ આગળ કહ્યું- ‘આ પાયાવિહોણા આરોપો પાછળનો હેતુ રૂપાલી ગાંગુલીની છબીને નુકસાન પહોંચાડવાનો છે. તેમજ તેમની જાહેર પ્રતિષ્ઠાનો લાભ લેવાનો હતો.

આવી ક્રિયાઓએ તેને માત્ર ભાવનાત્મક તકલીફ જ નથી આપી પરંતુ તેના અંગત અને વ્યાવસાયિક જીવન પર પણ વિપરીત અસર કરી છે. હવે ઈશા વર્માએ તરત જ માફી માંગવી જોઈએ અને નુકસાનની ભરપાઈ કરવા માટે 50 કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. જો તે આમ નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઈશા વર્માને મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તે ન્યૂ જર્સીથી ભારત આવે છે, ત્યારે રૂપાલી ગાંગુલીએ તેની સાથે સારો વ્યવહાર કર્યો છે.

રૂપાલી તેને ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ અપાવવામાં પણ મદદ કરતી હતી. રૂપાલીએ તેની લિંક્સની મદદથી તેના ઘણા ફોટોશૂટ અને ઓડિશન કરાવ્યા હતા. થોડા સમય પહેલા વર્ષ 2020માં ઈશા વર્મા તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે. શું કોઈ રૂપાલી ગાંગુલીની અસલ કહાની જાણતુ નથી ? તેમના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતો, જ્યારે તેઓ તેમના લગ્નમાં હતા.

અશ્વિન વર્માને તેમના અગાઉના લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે, જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ આગળ ઈશાએ લખ્યું હતુ, ‘હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે દરેક જગ્યાએ એવું બહાનું કરે છે કે તે સુખી લગ્નજીવનમાં છે. જો કે વાસ્તવમાં તે મારા પિતા પ્રત્યે નિયંત્રિત અને માનસિક છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મને અને મારી માતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગે છે. તેણે મારા પિતાની જીંદગી બરબાદ કરી છે અને એવું દેખાડે છે કે તેને લવ મેરેજ કર્યા છે.

સાચું કહું તો તે એ જ રીતે વર્તે છે જે રીતે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. તે મારા પિતાને અજીબોગરીબ દવાઓ આપે છે અને તેમને નિયંત્રિત કરે છે. જણાવી દઇએ કે રૂપાલીએ 2013માં અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલા બંને 12 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. આ લગ્નથી કપલને એક પુત્ર છે. ઈશા અશ્વિનની પહેલી પત્નીની દીકરી છે. ઉલ્લેખનીય છે કે વિવાદોમાં આવ્યા બાદ અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી સતત ટ્રેન્ડ કરી રહી છે. રૂપાલી ગાંગુલીને છેલ્લા કેટલાક દિવસોમાં જોરદાર સર્ચ કરવામાં આવી છે.

Shah Jina
Exit mobile version