અભ્યાસના દિવસોમાં શાકવાળા જોડે થઇ હતી મુલાકાત, હવે 14 વર્ષ પછી અહેસાન ચૂકવવા પહોંચ્યા DSP, વીડિયો જોઈ થઇ જશો ભાવુક

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોલીસની કામગીરીની વારંવાર ચર્ચા થાય છે. પછી તે ગુનેગારોની ધરપકડ કરવી હોય કે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં સકારાત્મક છબી ઉભી કરવી હોય. આમાંથી એક નામ SDOP સંતોષ પટેલનું છે. લોકો વચ્ચે તેમની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે અને તે પોતાની પોસ્ટ દ્વારા સમાજને સંદેશ આપવાનું કામ કરે છે. SDOP સંતોષ પટેલ દરરોજ લોકોની મુલાકાત લેતા રહે છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે.

આ ઉપરાંત તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કરે છે. સંતોષ પટેલ અનુસાર, તેમણે બાળપણથી યુવાની સુધી ઘણો સંઘર્ષ કર્યો છે. તેઓ માને છે કે આ સંઘર્ષમાં તેમની સાથે રહેનારા અથવા તેમને ટેકો આપનારા લોકો ઓછા નથી. ઘણી વખત લોકોના મનમાં પોલીસને લઈને વિવિધ પ્રકારની આશંકા પણ પેદા થાય છે અને તેઓ તેમની સમસ્યાઓ અંગે પોલીસ પાસે આવવાને બદલે પોતાના સ્તરે ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત આ ઉકેલ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફેરવાઈ જાય છે. આ માટે તે સમય સમય પર લોકોની વચ્ચે જાય છે અને તેમની સમસ્યાઓ વિશે જાણે છે.તાજેતરમાં જ SDOP સંતોષ પટેલ ભોપાલ આવ્યા હતા.

ત્યાં તેમની સંઘર્ષના દિવસોના સાથી સાથે મુલાકાત થઇ. તેમણે કહ્યું કે- જ્યારે તે ભોપાલમાં રહેતા હતા ત્યારે ઘણી વખત તેમની પાસે અભ્યાસ દરમિયાન ખાવાના પૈસા નહોતા. આવી સ્થિતિમાં, ભોપાલમાં એક શાકભાજી વેચતો હતો સલમાન ખાન, જે તેના નામ જેવો જ દયાવાન હતો.જયારે અમારી જોડે પૈસા નહોતા તયારે તે દરેક પ્રકારની શાકભાજી આપતો.ભલે પછી તે રીંગણ હોઈ,મરચું હોઈ , ટામેટા હોઈ કે પછી બટાકા હોઈ તે આપી દેતો હતો. આ બધું ભેગું કરીને અમારા એક દિવસ માટેની શાકભાજી તૈયાર થઇ જતી હતી. મોટાભાગે અમે તેમને પૈસા આપતા નહોતા.

ભોપાલમાં ચાલી રહેલી ટ્રેનિંગ દરમિયાન જ્યારે અમે લાલ બત્તીવાળી કારમાં ત્યાં પહોંચ્યા તો જોયું કે સ્ટ્રીટ વેન્ડર હજુ પણ ત્યાં જ હતો.જ્યારે કાર સ્ટ્રીટ વેન્ડરની સામે રોકાઈ ત્યારે પહેલા સલમાન ગભરાઈ ગયો, પરંતુ જ્યારે બૂમ પાડી અને નજીક બોલાવ્યો ત્યારે તેના ચહેરા પર એક અલગ સ્મિત જોવા મળ્યું હતું.

તે સોશિયલ મીડિયા પર એસડીઓપીને ફોલો છે અને આવવા જવા વાળા લોકોને પણ જણાવે છે કે તેણે કેવી રીતે સંઘર્ષ કર્યો અને આગળ વધ્યો. SDOP કહે છે કે આપણે ક્યારેય જીવનમાં ભૂલવું જોઈએ નહિ કે આપણા ખરાબ દિવસોમાં કોણે સાથ આપ્યો અને સારા દિવસોમાં પણ કોણ આપણને સાથ આપશે.

Devarsh
Exit mobile version