વીડિયો જોઈને ચા પ્રેમીઓનું લોહી ઉકળી જશે, દૂધ અને ચા પત્તીમાં આ શું નાખી દીધુ ?

પેપ્સી વાળી ચા: સૌથી વિચિત્ર ચાની રેસિપી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

ભારતમાં ચાને લઇને એક અલગ જ લેવલની દીવાનગી છે, કાં તો પછી એમ કહીએ કે આ લોકોનું ઇમોશન છે. પરંતુ ઇન્ટરન્ટ પર ચા સાથે એક્સપરિમેન્ટના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જે ઘણીવાર ચા લવર્સને બિલકુલ પણ ગમતા નથી. તેઓ એક્સપરિમેન્ટ બર્દાશ્ત નથી કરી શકતા.

વિચિત્ર મિશ્રણ
વિડિયોમાં ચા વાળો સૌ પ્રથમ તપેલામાં દૂધ રેડે છે, પછી પાણી ઉમેરે છે, આ પછી ચા પત્તી નાખે છે. અંતે તે એક આખી બોટલ પેપ્સી ઠાલવી દે છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર @vinnu_foodies નામના યુઝરે શેર કર્યો છે, જેને જોઇને ચા પ્રેમીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે.


સામાજિક મીડિયા પર વ્યવહાર
ઇન્ટરનેટ યુઝર્સ કોમેન્ટ શેક્શનમાં આ ચાવાળાની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ચાની તપેલી કેટલી ગંદી છે, જ્યારે બીજાએ વિનંતી કરી કે કૃપા કરીને જીવવા દો. આ ઈન્સ્ટાગ્રામ રીલને લાખો લોકોએ જોઇ છે અને લાઇક કરી છે. 

Previous Article

રાત્રે અંધારામાં કારમાં આવ્યા ચોર, ગાડી પાર્ક કરી કાપ્યું શટર અને લૂંટી દુકાન.. જુઓ હેરાન કરી દેનારો વીડિયો

Next Article

વીજળી ટાવર પર ચઢી આ શખ્સ કરવા લાગ્યો ડાંસ, બે કલાક સુધી ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version