દુબઈમાં અનન્યા પાંડેએ બિકીની પહેરી લીધી, તસવીરો જોયા પછી પોતાનાં પર કન્ટ્રોલ નહીં રાખી શકો, જુઓ HOT તસવીરો

અનન્યા પાંડે આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના પર તેની બેસ્ટી સુહાના ખાન અને માતા ભાવના પાંડેએ પણ પ્રતિક્રિયા આપી છે. જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

‘ડ્રીમ ગર્લ 2’ અભિનેત્રીએ તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું- એક અદ્ભુત હોલિડે, પ્રેમથી ભરપૂર સ્વાગત માટે આભાર. હું બહુ જલ્દી પાછી આવીશ. તસવીરોમાં અભિનેત્રી બિકીનીમાં જોવા મળી રહી છે. આ સાથે તસવીરોમાં નાસ્તાની તસવીર પણ શેર કરવામાં આવી હતી. એક તસવીરમાં તે બીચ પર મલ્ટી-કલર્ડ બિકીનીમાં તેની ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જ્યારે એક બીજા ફોટોમાં તેણે બ્લુ બિકીની પહેરી છે. અન્ય એક ફોટોમાં અભિનેત્રી પબમાં બેસેલી જોવા મળી રહી છે.

અનન્યાની પોસ્ટ પર તેની માતા ભાવના પાંડેએ હાર્ટ ઇમોજી શેર કર્યું છે. અનન્યાની ખાસ મિત્ર અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને કમેન્ટ કરીને કહ્યું – ‘વાહ બિકીની બોડી.’

જણાવી દઇએ કે, ગયા મહિને જ અનન્યા પાંડેએ મુંબઈમાં તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો.અભિનેત્રીએ સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં તેના ખાસ દિવસની ઉજવણી કરી હતી.તેમાં વરુણ ધવન, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, કેટરિના કૈફ, સારા અલી ખાન, સુહાના ખાન, સની કૌશલ, કરણ જોહર અને અન્ય ઘણા લોકો સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

અનન્યા પાંડેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે કરણ જોહરની આગામી અનટાઈટલ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મ 14 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘કિલ’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર લક્ષ્ય લાલવાણી આગામી રોમેન્ટિક ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’માં અનન્યા પાંડે સાથે જોવા મળશે.

લક્ષ્ય એ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપકમિંગ ફિલ્મના ઘણા પોસ્ટર શેર કર્યા છે. પોસ્ટર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અનન્યા અને લક્ષ્ય એ પોસ્ટને કેપ્શન આપ્યું, ‘પ્રેમમાં થોડું પાગલ થવું પડે છે. વિવેક સોની દ્વારા નિર્દેશિત ‘ચાંદ મેરા દિલ’ 2025માં થિયેટરોમાં આવવાની છે.

અનન્યા પાંડે છેલ્લે નેટફ્લિક્સ થ્રિલર સીટીઆરએલમાં જોવા મળી હતી. ત્યારબાદ, તેણે કરણ જોહર દ્વારા નિર્મિત કોલ મી બેની બીજી સીઝન માટે શૂટિંગ શરૂ કર્યું. અભિનેત્રી નિર્માતા સાથે વધુ બે પ્રોજેક્ટ્સ પર કામ કરવાની છે, જેમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ અને લક્ષ્ય સાથે ચાંદ મેરા દિલ નામની ફિલ્મનો સમાવેશ થાય છે.

Previous Article

વીજળી ટાવર પર ચઢી આ શખ્સ કરવા લાગ્યો ડાંસ, બે કલાક સુધી ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા- જુઓ વીડિયો

Next Article

સ્ટાઇલિશ આઉટફિટમાં ભૂમિ પેડનેકર, ગ્લેમરસ અવતારે લૂંટી મહેફિલ- તસવીરો જોઇ ચાહકો થયા દીવાના

error: Protected Content!
Exit mobile version