બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાની તેની ડેબ્યૂ ફિલ્મને લઈને ચર્ચામાં છે. 19 વર્ષની ઉંમરે રાશા પહેલીવાર ફિલ્મમાં કામ કરશે. રાશા કિશોર વયની હોવા છતાં તેને તેના મૂલ્યો તેની માતા પાસેથી વારસામાં મળ્યા છે. બોલિવૂડમાં કરિયર બનાવતા પહેલા જ તેણે પોતાની સુંદર શૈલીથી લોકોના દિલ જીતી લીધા છે. રાશા તેની સુંદરતાના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેણે હજુ ભલે ફિલ્મોમાં પ્રવેશ કર્યો નથી પરંતુ ટૂંક સમયમાં તે મોટા પડદા પર જોવા મળશે.
ત્યારે આ વચ્ચે રાશાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, અને આ દરમિયાન તે ગ્લેમરસ અને ખૂબસુરત લુકમાં જોવા મળી હતી. જણાવી દઇએ કે, રાશા થડાની તેની માતાના પગલે ચાલતી જોવા મળી રહી છે. રાશા થડાનીના બોલિવૂડ ડેબ્યૂ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે થોડા સમય પહેલા જ તેની પહેલી ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું.
આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન જોવા મળશે. રાશાની જેમ અમન પણ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે અજય દેવગન પણ આ ફિલ્મમાં ખાસ ભૂમિકા ભજવશે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો તે આવતા વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં આવશે. જો કે, મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી.