150 કરોડ કરતા વધુ કમાઈ ગઈ ફિલ્મ “સૈયારા”, હિરોઈન હવે કેઝ્યુઅલ લુકમાં ફેન્સને પાગલ કરી રહી છે, જુઓ નવો વીડિયો

બોલીવુડની તાજેતરની હિટ ફિલ્મ ‘સૈયારા’ સ્ટાર અનીત પડ્ડા ફિલ્મ મોટા પડદા પર આવ્યા બાદથી હેડલાઇન્સમાં છે. મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મમાં અનિત સાથે એક્ટર અહાન પાંડે પણ છે. ત્યારે હાલમાં જ સૈયારા ફેમ એક્ટ્રેસ અનિત પડ્ડા તાજેતરમાં બાંદ્રામાં સિમ્પલ અને કૂલ લુકમાં જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અનિત આ દરમિયાન માસ્ક અને ખુલ્લા વાળમાં જોવા મળી હતી, તેને જોઇને ચાહકો પાગલ થઈ ગયા હતા. અનિત આ દિવસોમાં તેની ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે.

ફિલ્મના પ્રમોશન વચ્ચે તે તાજેતરમાં મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે શર્ટ અને જીન્સ પહેર્યું હતું. આ આઉટફિટ સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા, જેનાથી તેનો લુક વધુ સ્ટાઇલિશ બન્યો હતો. ચાહકોને તેનો સિમ્પલ પણ કૂલ લુક ખૂબ ગમ્યો.

અનિત સ્પોટ થતાં જ ચાહકો અને મીડિયાની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. અનિતની ફિલ્મ સૈયારાની વાત કરીએ તો એક સિંગર ક્રિશ કપૂર (અહાન પાંડે) અને પત્રકાર વાણી (અનિત પદ્દા) ની કહાની છે.

આ ફિલ્મની તુલના દિગ્દર્શક મોહિત સૂરીની પાછલી હિટ ફિલ્મો ‘આશિકી 2’ અને ‘એક વિલન’ સાથે કરવામાં આવી રહી છે. રિલીઝ થયા પછી, આ ફિલ્મ દર્શકોના દિલ જીતી રહી છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

Previous Article

આજનું રાશિફળ : 24 જુલાઈ, મીન અને સિંહ રાશિના જાતકોના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ , જાણો બાકીની રાશિઓના હાલ

Next Article

ઉડતું મોત..! રડાર સંપર્ક ગુમાવ્યા બાદ 50 લોકોને લઇ જઇ રહેલુ રશિયન વિમાન ક્રેશ, હવામાં ગાયબ થયા બાદ મળી આવ્યો કાટમાળ

error: Protected Content!
Exit mobile version