BREAKING: ઉડતું મોત..! રડાર સંપર્ક ગુમાવ્યા બાદ 50 લોકોને લઇ જઇ જતું આ દેશમાં વિમાન ક્રેશ, હવામાં ગાયબ થયા બાદ મળી આવ્યો કાટમાળ
અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાને હજુ તો એક મહીના જેટલો જ સમય વીત્યો છે. ત્યાં તો વધુ એક પ્લેન ક્રેશની માહિતી મળવા પામી છે. આ પ્લેન અચાનક રડારમાંથી ગાયબ થઇ ગયુ હતુ. પછી અચાનક તેનો કાટમાળ મળ્યાની માહિતી મળી રહી છે. આ પ્લેન ક્રેશમાં તમામ મુસાફરોના મોત થયાની આશંકા છે.
સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરીએ તો રશિયાથી 50 પેસેન્જર લઇને ઉડેલુ અંગારા એરલાઇન્સનું વિમાન અચાનક ગાયબ થઇ ગયુ હતુ. ગાયબ થયા બાદ સ્થાનિક ગર્વનરના જણાવ્યા અનુસાર વિમાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેનો કાટમાળ મળી આવ્યો છે. રશિયાનું An-24 પેસેન્જર વિમાન અમૂર વિસ્તારના ટિંડા શહબ માટે ઉડ્યું હતું. આ વિમાનમાં 6 ક્રૂ મેમ્બર સહિત 50 મુસાફર સવાર હતા. જેમાં 5 બાળકો પણ સમાવેશ થાય છે. બ્લાગોવેશચેંસ્કથી ટિંડા સુધી લગભગ 570 કિલોમીટર ઉડાન પર હતું. આ દરમિયાન ATC સાથે વિમાનનો સંપર્ક કપાયો હતો. અમુરના ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ગુમ થયેલ વિમાન અંગારા એરલાઇન્સનું છે. વિમાન ખાબોરોવસ્ક, બ્લાગોવેશેન્સ્ક થઈને ટિંડા જઈ રહ્યું હતું. તે ચીનની સરહદ નજીક છે. ટિંડા પહોંચતા પહેલા, તે રડાર પરથી ગાયબ થઈ ગયું અને સંપર્ક તૂટી ગયો.
એર ટ્રાફિક કંટ્રોલર્સને વિમાનનું અંતિમ લોકેશન તેના લેન્ડિંગ પોઇન્ટથી કેટલાક કિલોમીટર પહેલા સુધીનું મળ્યું હતું પરંતુ હવે તેના વિશે કોઇ જાણકારી મળી નહતી. હાલમાં હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. પરંતુ તમામના મોતની આશંકા સેવાઇ રહી છે,અગાઉ અંગારા એરલાઇન્સના વિમાન AN-24 માં બે મહિના પહેલા જ આગ લાગવાની ઘટના ઘટી હતી. વિમાન જેવુ કિરેન્સ્કમાં લેન્ડ કરી રહ્યુ હતુ તેજ સમયે તેનો નોઝ તૂટ્યો હતો. જેના કારણે વિમાનમાં આગ લાગી હતી. જોકે એ સમયે કોઇ જાનહાનિ નહોતી થઇ. જુલાઇ 2023માં પણ એક વિમાન દુર્ઘટના ઘટી હતી. જેમાં 37 યાત્રી સવાર હતા.
