સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો ‘બિગ બોસ 18’ માં ત્રણ નવા વાઇલ્ડકાર્ડ્સ અદિતિ મિસ્ત્રી, એડન રોઝ અને યામિની મલ્હોત્રાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેમાંથી યામિની મલ્હોત્રા હિટ ટેલિવિઝન શો ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં તેની ભૂમિકા માટે જાણીતી છે, જેમાં તેણે શિવાની ચવ્હાણની ભૂમિકા ભજવી હતી. જો કે, તેણે શો છોડી દીધો. બાદમાં તેનો રોલ તન્વી ઠક્કરને આપવામાં આવ્યો.
આ પછી લગભગ ત્રણ વર્ષ બાદ તેણે હિન્દી ટેલિવિઝન પર વાપસી કરી. યામિની એક ડેન્ટિસ્ટ અને એક્ટ્રેસ છે આ ઉપરાંત ઇન્ફ્લુએન્સર પણ છે. અભિનય પહેલા યામિની એલજી મોબાઇલ, ગુડનાઇટ, ક્લબ મહિન્દ્રા અને હાયર જેવી બ્રાન્ડ્સની ઘણી જાહેરાતોનો ભાગ રહી ચૂકી છે. તેણે ઘણા પંજાબી ગીતોમાં પણ કામ કર્યું. યામિનીની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે.
તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 1 મિલિયન ફોલોઅર્સ છે. તે યામિની મલ્હોત્રા વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જે તેણે 2011 માં શરૂ કરી હતી. યામિનીના અંગત જીવનની વાત કરીએ તો, તે હાલમાં સિંગલ છે. હાલમાં જ તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે યલો સાડી અને ડીપનેક બ્લાઉઝમાં જોવા મળી હતી. પેપરાજી સાથે વાત દરમિયાન તેણે કહ્યુ કે તે સિંગલ છે.