શારીરિક સુખ નહોતો આપી શકતો પતિ તો કરી દીધી હત્યા, મર્ડરની રીત જોવા જોયુ યૂટયૂબ- મોબાઇલ હિસ્ટ્રીથી ખુલ્યા અનેક રાઝ

વધુ એક બિચારા પતિની હત્યા: પત્નીએ કહ્યું, બિસ્તર પર રાત્રે પતિ નહોતો કરી શક્તો સંતુષ્ટ એટલે…જાણો વધુ વિગતો

બાહરી દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક મહિલાએ પતિ-પત્નીના પવિત્ર સંબંધને કલંકિત કરી દીધો. મહિલાએ તેના પતિની છરીના ઘા મારીને હત્યા કરી. બાદમાં, તેને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેની ચાલાકી કામ ન આવી અને આ સનસનાટીભર્યા હત્યાનું રહસ્ય ઉકેલાઈ ગયું. પોલીસે હત્યાના આરોપસર મોહમ્મદ શાહિદ ઉર્ફે ઇરફાન (32) ની પત્ની ફરઝાના ખાન (25) ની ધરપકડ કરી છે. વાસ્તવમાં, મહિલા તેના લગ્નથી ખુશ ન હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

તેણે આરોપ લગાવ્યો કે તેનો પતિ તેને બેડ પર સંતોષ આપી શકતો ન હતો. ફરઝાનાનું બરેલીમાં રહેતા તેના પિતરાઈ દિયર સાથે અફેર હતુ, પતિથી છૂટકારો મેળવવા માટે તેણે રવિવારે શાહિદને પેટમાં ત્રણ વાર છરા મારીને હત્યા કરી દીધી. બાદમાં તેણે પરિવારને જણાવ્યું કે દેવાથી પરેશાન શાહિદે પેટમાં છરા મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસે ગુનામાં વપરાયેલી છરી પણ જપ્ત કરી. ક્રાઇમ ટીમ ઉપરાંત FSL એ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે.

આઉટર ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે લગભગ 4.15 વાગ્યે નિહાલ વિહાર પોલીસ સ્ટેશનને સંજય ગાંધી હોસ્પિટલમાંથી એક યુવાનના મૃત્યુની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે મૃતકનો ભાઈ તેને હોસ્પિટલ લાવ્યો હતો. તપાસ દરમિયાન યુવાનના પેટમાં છરીના ત્રણ ઘા મળી આવ્યા હતા. પોલીસને આ બાબત શંકાસ્પદ લાગી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન શાહિદની પત્નીએ જણાવ્યું હતું કે તેનો પતિ ઓનલાઈન સટ્ટાબાજીનો વ્યસની હતો, જેના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો. ત્યારે કંટાળી પતિએ પેટમાં છરી મારીને આત્મહત્યા કરી લીધી.

બીજા દિવસે જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોએ તેને હત્યા જાહેર કરી. ડોક્ટરોએ કહ્યું કે શાહિદને જે રીતે છરી મારી હતી તે રીતે કોઈ પોતાની જાતે છરી મારી શકે નહીં. પોલીસે પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યાનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. રવિવારે જ જ્યારે ક્રાઈમ ટીમ તપાસ માટે શાહિદના ઘરે પહોંચી, ત્યારે તેની પત્નીએ ઘર સાફ કર્યું હતું. પોલીસને ફરઝાના પર શંકા ગઈ. જ્યારે પોલીસે શંકાના આધારે શાહિદની પત્ની ફરઝાનાની પૂછપરછ કરી, ત્યારે તેણે આમ-તેમ કહાનીઓ કહેવાનું શરૂ કર્યું.

પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કરીને તપાસ કરી. મોબાઇલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે ફરઝાનાએ યુટ્યુબ પર હત્યા કેવી રીતે કરવી તે અંગેનો વીડિયો જોયો હતો. આ ઉપરાંત તેણે ગુગલ પર પણ સર્ચ કર્યુ હતુ. બાદમાં, તેના મોબાઇલમાંથી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાનો વીડિયો જોવાના સંકેતો પણ મળ્યા. પોલીસે તેની કડક પૂછપરછ કરી ત્યારે તેણે હત્યાની કબૂલાત કરી. મહિલાએ જણાવ્યું કે તે તેના પતિથી ખુશ નહોતી. પતિ તેને શારીરિક સુખ આપી શકતો ન હતો.

આ કારણે તેણે તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. રવિવારે મહિલાએ તેના પતિને ખોરાકમાં નશીલા પદાર્થોની ગોળીઓ આપી હતી. બાદમાં નશો થવા પર તેણે પતિના પેટમાં છરી મારીને તેની હત્યા કરી દીધી. નવેમ્બર 2022માં બરેલીની ફરઝાનાના લગ્ન મોહમ્મદ શાહિદ ઉર્ફે ઇરફાન સાથે થયા હતા, જે તેના કરતા સાત વર્ષ મોટો હતો. તે પણ મૂળ બરેલીનો હતો. શાહિદ દિલ્હીના નિહાલ વિહારના RZH-બ્લોકમાં તેના પરિવાર સાથે રહેતો હતો. લગ્ન પછી, ફરઝાના દિલ્હી આવી ગઈ. ફરઝાનાને ક્યારેય તેનો પતિ ગમતો ન હતો. તેનો આરોપ છે કે તેનો પતિ તેને શારીરિક સુખ આપી શકતો ન હતો.

આ દરમિયાન તેે બરેલીમાં રહેતા તેના પિતરાઈ દિયર સાથે મિત્રતા કરી. બંને એકબીજા સાથે વાત પણ કરે છે. હત્યામાં પિતરાઈ ભાઈની ભૂમિકા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ફરઝાનાએ જણાવ્યું કે લગ્ન પછી તે એક વાર ગર્ભવતી થઈ હતી, પરંતુ તેણે તેના પતિને કહ્યા વિના ગર્ભપાત કરાવ્યો હતો. એવી શંકા છે કે ફરઝાના શારીરિક સુખ વિશે ખોટું બોલી રહી છે. પોલીસ આ કેસની તમામ ખૂણાથી તપાસ કરી રહી છે.

Previous Article

દિશા પટનીએ વ્હાઇટ મીની ડ્રેસમાં મચાવ્યો તહેલકો, હોટ અને એલિગેંટ લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Next Article

સલમાન ખાનના શોની અભિનેત્રીએ સારીનું પલ્લું એવું લટક્યું કે..ઉફ્ફ્ફ.... ઢીલા બ્લાઉઝમાં આપ્યા જોરદાર પોઝ, જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version