‘આટલા કેળા તો વાંદરા પણ….’ વસીમ અકરમે પાકિસ્તાની ખેલાડીઓની ડાયટ પર ઉડાવી મજાક

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત સામે 6 વિકેટથી મળેલી હાર બાદ પાકિસ્તાન ટીમની ભારે ટીકા થઈ રહી છે. ભારત સામેની આ હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી યજમાન દેશ પાકિસ્તાનની સફરનો અંત આવ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી માત્ર પાંચ દિવસમાં બહાર થયા બાદ પાકિસ્તાની ચાહકો તેમની ટીમની ભારે ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમનું પાકિસ્તાની ખેલાડીઓ પર એક નિવેદન સામે આવ્યું છે, જેને સાંભળીને તમે હસવાનું નહિ રોકી શકો.

ભારત સામેની મેચ દરમિયાન વસીમ અકરમે ટીમની આકરી ટીકા કરી હતી અને તેમની ખાવાની આદતો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પાકિસ્તાનની છેલ્લી મોટી જીત 2017માં હતી જ્યારે તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. આ ભારત સામેની વનડેમાં તેમની છેલ્લી જીત હતી. દુબઈમાં ભારત સામેની હાર બાદ વસીમ અકરમે ‘ડ્રેસિંગ રૂમ’ શોમાં કહ્યું, “મને લાગે છે કે તે પહેલો કે બીજો ડ્રિંક્સ બ્રેક હતો અને ખેલાડીઓ માટે કેળાથી ભરેલી પ્લેટ રાખવામાં આવી હતી. વાંદરાઓ પણ આટલા બધા કેળા ખાતા નથી અને આ તેમનો ખોરાક છે.

જો આ આપણા કેપ્ટન ઇમરાન ખાન હોત, તો તેણે મને આ માટે ખૂબ ઠપકો આપ્યો હોત.” આ શોમાં વસીમ અકરમ, વકાર યુનૂસ અને બે ભારતીય ક્રિકેટરો, અજય જાડેજા અને નિખિલ ચોપરા પણ હાજર હતા. અકરમે કહ્યું કે જ્યારે તે રમતા હતા, જો ઇમરાન ખાને આટલા બધા કેળા ખાતા જોયા હોત, તો તે ત્યાં જ ઠપકો આપત. ભારત સામેની હાર બાદ વસીમ અકરમે શોમાં કહ્યું, “ટીમમાં મોટા ફેરફારો જરૂરી છે. અમે હજુ પણ જૂની શૈલીનું ક્રિકેટ રમી રહ્યા છીએ, જ્યારે સમય બદલાઈ ગયો છે. આપણે નીડર અને યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ.

જો પાંચ-છ ફેરફારો કરવા પડે તો ચોક્કસ કરો.” તેમણે વધુમાં કહ્યું, “આગામી છ મહિના સુધી આપણે હારી જઈએ તો કોઈ વાંધો નથી, પરંતુ આપણે હવેથી 2026ના વર્લ્ડ ટી20 માટે ટીમને તૈયાર કરવી પડશે.” અકરમે આગળ કહ્યું, “હવે બહુ થયું. અમે તેમને સ્ટાર બનાવ્યા, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા પાંચ વનડેમાં, અમારા બોલરો ફક્ત 24 વિકેટ લઈ શક્યા છે, તે પણ 60ની સરેરાશથી. એટલે કે દરેક વિકેટ માટે 60 રન આપવામાં આવી રહ્યા છે. અમારી બોલિંગ એટલી ખરાબ છે કે અમે ઓમાન અને અમેરિકાથી પણ પાછળ છીએ. પાકિસ્તાનની બોલિંગ સરેરાશ ODI રમી રહેલી 14 ટીમોમાં બીજા ક્રમે સૌથી ખરાબ છે.”

Previous Article

50 વર્ષના આ વ્યક્તિએ એક જ સ્કૂલની વિદ્યાર્થીની, ટીચર અને પ્રિન્સિપાલ સાથે કર્યા લગ્ન; જુઓ તસવીરો

Next Article

લગ્નના મંડપમાં ક્રિકેટની ધમાલ, દુલ્હા-દુલ્હને ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વચ્ચે મનાવ્યો જશ્ન

error: Protected Content!
Exit mobile version