IND vs NZ: મેદાન વચ્ચે કોહલી પડ્યો અક્ષર પટેલના પગે, જમીન પર બેસી હસવા લાગ્યા ટીમ ઇન્ડિયાના સ્ટાર
ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 249 રન બનાવ્યા હતા. 250 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ અક્ષર પટેલના ચરણ સ્પર્શ કરવાનું શરૂ કર્યું.
વિરાટે આવું કેમ કર્યું તેની પાછળ એક મોટું કારણ છે. હવે સવાલ એ છે કે વિરાટે આવું કેમ કર્યું ? હકીકતમાં 250 રનનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડની ટીમ એક સમયે મેચ પર કબજો જમાવી રહી હતી.
ખાસ કરીને કેન વિલિયમસન ક્રિઝ પર ઊભો હતો, તે 81 રન પર રમી રહ્યો હતો પરંતુ અક્ષરે તેના સ્પેલના છેલ્લા બોલ પર કેન વિલિયમસનને આઉટ કરી પેવેલિયન મોકલી દીધો.અક્ષરના ફ્લાઇટ બોલ પર વિલિયમસન આગળ ગયો અને શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિલિયમસન ચૂકી ગયો અને પાછળ ઉભેલા કેએલ રાહુલે તેને સ્ટમ્પ કર્યો,
વિરાટ કોહલી વિલિયમસનની વિકેટ પર સૌથી વધુ ઉત્સાહિત જોવા મળ્યો. વિરાટ એટલો ખુશ હતો કે તેણે દોડીને અક્ષર પટેલનો પગ પકડી લીધો. આ દરમિયાન અક્ષર પણ હસતો અને કોહલીને રોકતો જોવા મળ્યો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
After Kane Williamson’s wicket, Virat Kohli tried to touch Axar Patel’s feet in a light-hearted moment on the field displaying excellent camaraderie among the Indian players.#ChampionsTrophy2025 #INDvsNZ #ViratKohli pic.twitter.com/wVcn2GgTVt
— Priyanshi Bhargava (@PriyanshiBharg7) March 3, 2025
