જાડેજા બાપુ વિવાદમાં ! ‘આ સાચી રીત નથી…’ પૂર્વ ન્યુઝીલેન્ડ ક્રિકેટરનું માથુ ભમ્યુ…રવિન્દ્ર જાડેજાને આપી ચેતવણી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે ન્યૂઝીલેન્ડ સામે તેની સ્પિન શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું અને 249/9ના સાધારણ સ્કોરનો સારી રીતે બચાવ કર્યો અને 44 રનથી અદભૂત વિજય નોંધાવ્યો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી ફિલ્ડિંગ ચુઝ કરી, ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા (6), શુભમન ગિલ (10) અને વિરાટ કોહલી (12) ઝડપથી પેવેલિયન પરત ફર્યા અને ત્યારે ભારતનો સ્કોર માત્ર 30/3 પર હતો. એવું લાગી રહ્યું હતું કે ટીમ મોટો સ્કોર નોંધાવી શકશે નહીં, પરંતુ ત્યારબાદ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ઇનિંગ સંભાળી.

અય્યરે 79 રન બનાવ્યા અને અક્ષર પટેલે 61 બોલમાં 42 રનની મહત્વની ઇનિંગ રમી 98 રનની ભાગીદારી કરી. આ બંનેની બુદ્ધિશાળી બેટિંગે ભારતને મુશ્કેલીમાંથી બચાવી લીધું. જો કે, અય્યરના આઉટ થતાની સાથે જ ભારતીય દાવ ફરી એક વખત ખોરવાઈ ગયો અને કેએલ રાહુલ (23) 182ના સ્કોર પર આઉટ થઈ ગયો. આ પછી રવિન્દ્ર જાડેજા (16) અને હાર્દિક પંડ્યા (45 રન, 45 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા)એ 41 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 249 રન બનાવ્યા.

ન્યુઝીલેન્ડ માટે મેટ હેનરીએ 8 ઓવરમાં 42 રન આપી 5 વિકેટ ઝટકી. 250 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી અને ભારતીય સ્પિનર્સે તેમને પગ જમાવવાનો મોકો ના આપ્યો. જો કે કેન વિલિયમસને 120 બોલમાં 81 રન (7 ચોગ્ગા)ની લડાયક ઇનિંગ રમી, પરંતુ તેને બીજા છેડેથી કોઈ ખાસ ટેકો મળ્યો નહિ.

ભારતીય સ્પિનરોએ એવી જાલ વણી કે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો એક પછી એક ફસાઈ ગયા. વરુણ ચક્રવર્તીએ 9.3 ઓવરમાં 56 રન આપીને 5 વિકેટ લઈ પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો. અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. ખાસ વાત એ રહી કે હાર્દિક પંડ્યાને છોડી બાકીની તમામ વિકેટ સ્પિનરોએ લીધી હતી. 33મી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ ટોમ લૈથમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો. લૈથમે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેની જાંઘ પર વાગ્યો અને જાડેજાએ જોરદાર અપીલ કરી.

જો કે, તેમની અપીલની પદ્ધતિએ વિવાદને આકર્ષ્યો. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સાઇમન ડોલ એ પીચની વચ્ચે દોડીને જાડેજાની ઉજવણી પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું, ‘આ સાચી રીત નથી. તેને ચેતવણી મળવી જોઈએ.’ આ મેચમાં વરુણ ચક્રવર્તીની બોલિંગ યાદગાર રહી. આ તેની બીજી વનડે મેચ હતી અને તેણે જોરદાર પ્રદર્શન કર્યું. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યો. રસપ્રદ વાત એ છે કે, આ જીત વરુણ માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે T20 વર્લ્ડ કપ 2021માં તેને દુબઈમાં ત્રણ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. પરંતુ દુબઈની આ પીચ પર તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાંચ વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી.

Previous Article

હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડે ચલાવ્યો હુસ્નનો જાદુ, બ્લેક આઉટફિટમાં લાગી રહી છે કયામત

Next Article

અમેરિકામાં ભારતીય મૂળના પરિવારે ગૌ માતા સાથે કર્યો ગૃહ પ્રવેશ, આવી રીતે નિભાવી પરંપરા- દિલને સ્પર્શી જશે વીડિયો

error: Protected Content!
Exit mobile version